ઉત્તરાખંડ સંકટમાં નિષ્ફળ ગયેલી સરકારે સત્તા છોડવી જોઇએ: સુષમા

નવી દિલ્હી, 1 જુલાઇ : ઉત્તરાખંડમાં આવેલી આપદા બાદ રાજનૈતિક પાર્ટીઓએ એક-બીજા પર નિષ્ફળતાનું કાદવ ઉછાળવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસી નેતા મનીષ તિવારીએ થોડા દિવસ પહેલા ટ્વિટ કર્યું હતું કે 'સુષમા સ્વરાજ અને અરુણ જેટલીએ ઉત્તરાખંડ પીડિતો પ્રત્યે કોઇ સંવેદના જાહેર કરી છે જોકે ઉત્તરાખંડની હજી સુધી મુલાકાત પણ લીધી છે.' એવું કહીને પ્રહાર કર્યા હતા.

મનિષ તિવારીના એ ટ્વિટનો જવાબ આપતા વિપક્ષી નેતા સુષમા સ્વરાજે કહ્યું કે 'ઉત્તરાખંડની આ તબાહીમાંથી ઉભરવામાં ઉત્તરાખંડ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે અને સરકાર સંકટમાંથી ઉભરવામાં સક્ષમ નથી. સુષમાએ માંગ કરી છે કે ઉત્તરાખંડ સરકારને સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.

સૂત્રોના અનુસાર તિવારીને કડક શબ્દોમાં જવાબ આપતા સુષમાએ કહ્યું કે ઉત્તરાખંડ એટલા માટે ના ગઇ કારણ કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં વીઆઇપી મુલાકાતના કારણે રાહતકાર્યમાં વિક્ષેપ પડે છે.

જ્યારે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ કર્યું કે ઉત્તરાખંડમાં આવેલી વિપદા પર નેતાઓ એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ બંધ કરે. ઉલ્લેખનીય છે કે આજે ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક વિપદાને 16 દિવસ થઇ ગયા છે અને રાહત કાર્ય હજી પણ ચાલુ છે. બદ્રીનાથમાં હજી પણ 900 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે જ્યારે 3000 હજાર લોકો હજું ગુમ છે.

ઉત્તરાખંડ સંકટમાં નિષ્ફળ ગયેલી સરકાર બર્ખાસ્ત થવી જોઇએ

મને કહેતા દુ:ખ થાય છે કે ઉત્તરાખંડ સરકાર હજી સુધી કૂદરતી આપત્તિમાંથી ઉત્તરાખંડને બેઠું કરવામાં નિષ્ફળ ગઇ છે.

નિષ્ફળ સરકાર

લોકોને મદદ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે.

મને ઉત્તરાખંડ ના જઇ શક્યાનું દુ:ખ છે

સુષમાએ કહ્યું કે ઉત્તરાખંડ એટલા માટે ના ગઇ કારણ કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં વીઆઇપી મુલાકાતના કારણે રાહતકાર્યમાં વિક્ષેપ પડે છે.

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજનું ટ્વિટ

ઉત્તરાખંડ સરકારે શું કર્યું?

રાહત અને બચાવકામગીરી તો આરમી જવાનોએ કરી. ઉત્તરાખંડ સરકારે શું કર્યું?

સુષમા સ્વરાજ

દિગ્વિજય સિંહે શું કહ્યું?

દિગ્વિજય સિંહે શું કહ્યું?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X