For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેમાં દેશે સ્વિકાર્યું, દિલ્હી રેપમાં ફક્ત ને ફક્ત ઉબર દોષી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ઉબર ટેક્સી સર્વિસેઝના ડ્રાઇવર શિવકુમાર યાદવ દ્વારા 27 વર્ષીય મહિલાની સાથે બળાત્કાર ગુજારવાની ઘટનાએ કેબ બુકિંગ સર્વિસેઝને કઠેડામાં લાવી ઉભો કરી દિધો છે. તમને જણાવી દઇએ કે ઉબર ટેક્સી સર્વિસેઝ સુરક્ષિત અને સુવિધાજનક કેબ ઉપલબ્ધ કરાવવાનો દાવો કરતી આવી છે. પોતાના એક ગ્રાહકની સાથે થયેલી આ ભયાવહ ઘટના બાદથી કંપની વિશ્વનિયતા પર સવાલ ઉદભવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે 5 ડિસેમ્બરને રાતે પીડિત છોકરીએ દિલ્હીના વસંત વિહારથી પોતાના ઘર સરાય રોહિલ્લા જવા માટે ટેક્સી લીધી હતી, જેના ડ્રાઇવરે તેની સાથે કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ ટેક્સી આંતરરાષ્ટ્રીય કંપની ઉબર ટેક્સી સર્વિસની હતી. બેજવાબદારીની હદ તો જુઓ આ આંતરરાષ્ટ્રીય કંપનીની કારમાં ના તો જીપીએસ લાગેલું હતું અને ના તો કેબ ડ્રાઇવરનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસના અનુસાર, આરોપી કેબ ડ્રાઇવર શિવ કુમાર યાદવ પાસે કોઇ બેજ પણ ન હતો. આ ઉપરાંત કેબ કંપનીની કેટલીક બેજવાબદારીઓ પણ સામે આવી છે. ઇંસ્ટાવાની નામની એક સર્વે કંપનીએ આ અંગે એક સર્વે કરાવ્યો જેના માધ્યમથી એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે શું આ ઘટનામાં ઉબર કંપની દોષી છે. આ સર્વેમાં દિલ્હી સહિત અન્ય મેટ્રો શહેરોના 118 લોકોએ પોતાની ભાગીદારી દર્શાવી. આવો આ સર્વેના આંકડાઓ તસવીરોના માધ્યમથી જોઇએ. આ તસવીરોમાં પ્રશ્ન લખવામાં આવ્યા છે જેના જવાબમાં પણ ગ્રાફિકના માધ્યમથી છે.

76 ટકા લોકો માને છે ઉબરની ભૂલ

76 ટકા લોકો માને છે ઉબરની ભૂલ

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે શું તે આ આખા ઘટનાક્રમમાં ઉબર કેબ સર્વિસેઝની ભૂલ માને છે તો 76 ટકા લોકોએ હા કહ્યું. એટલે કે 76 ટકા લોકો માને છે કે આ કેસમાં ઉબરની ભૂલ છે.

મહિલાએ ઉબર વિરૂદ્ધ કર્યું વધુ મતદાન

મહિલાએ ઉબર વિરૂદ્ધ કર્યું વધુ મતદાન

દિલ્હી રેપ કેસમાં ઉબર કેબ સર્વિસેઝ વિરૂદ્ધ મહિલાઓએ વધુ મતદાન કર્યું. ઉબરની ભૂલના પ્રશ્ન પર 51 ટકા મહિલાઓએ વોટ આપ્યા અને તેને ઘટનાક્રમ માટે જવાબદાર ગણાવ્યા.

ઉબર કેબને યાત્રા માટે હાયર કરનારાઓમાં અસંતોષ

ઉબર કેબને યાત્રા માટે હાયર કરનારાઓમાં અસંતોષ

સર્વેમાં પ્રશ્નના માધ્યમથી પૂછવામાં આવ્યું કે શું ઉબરને યાત્રા માટે હાયર કરવા પર અસંતોષ અનુભવો છો. આ પ્રશ્નના જવાબમાં 59 ટકા લોકોએ અસંતોષનો વોટ આપ્યો.

ઉબર અને અન્ય મોબાઇલ એપ કેબ કંપનીઓ પર બેન

ઉબર અને અન્ય મોબાઇલ એપ કેબ કંપનીઓ પર બેન

સર્વેમાં પ્રશ્ન પૂછવામા6 આવ્યો કે શું તમે દિલ્હી સરકાર દ્વારા ઉબર અને અન્ય મોબાઇલ એપ કેબ કંપનીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી કેટલા લોકો સહમત છે. આ પ્રશ્નના જવાબ અપ્ર લોકોએ અસહમતી નોંધાવી.

English summary
Instavaani polled 1118 respondents across all metros including Delhi to find out if Uber should be blamed for this lapse of safety.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X