ઉદ્ધવ ઠાકરેની JDU અને કોંગ્રેસને ફટકાર, પોતાને હિન્દુ કહેવડાવવું ગૂનો છે?
મુંબઇ, 16 જુલાઇ: એનડીએના સાથી દળ શિવસેનાએ 'હિન્દુ રાષ્ટ્રવાદી' સંબંધી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનું સમર્થન કરતા જણાવ્યું કે જેડીયૂનો ગઠબંધન તોડવાનો નિર્ણય ખોટો હતો.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દક્ષિણ મુંબઇમાં જણાવ્યું કે 'મોદીએ એવું કહીને કોઇ ખોટું કામ નથી કર્યું કે તેઓ હિન્દું છે, બીજેપીમાં મોદીને પ્રમોશન મળ્યા બાદ બિનસાંપ્રદાયિકતાના મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથેનો છેડો ફાડ્યો એ ખોટું હતું.' તેમણે જણાવ્યું કે શું એવું કહેવું ગૂનો છે કે આપ હિન્દુ છો? દેશમાં આ કહેવું ક્યારે ગૂનો બની ગયો કે તમે હિન્દુ છો?'
અન્ન સુરક્ષા કાર્યક્રમને લઇને કોંગ્રેસ પર નિશાનો સાધતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે કોંગ્રેસ હવે આ યોજના શા માટ લાગુ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે જ્યારે વખારોમાં ખાદ્યાન્ન સડી રહ્યું હતું, સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે અનાજ ગરીબોમાં વહેંચી દેવામાં આવે. પરંતુ સરકારે કોર્ટના નિર્દેશ પર ધ્યાન આપ્યું નહીં.

તેમણે જાહેરાત કરી છે કે છોટા રાજનના કથિત સહયોગી રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટર મામલામાં જનમટીપની સજા ફટકારેલ પોલીસ જવાનોને શિવસેના કાનૂની મદદ પૂરી પાડશે. ઉદ્ધવે જણાવ્યું કે તેઓ તેમના પરિવારજનોને પણ મદદ પૂરી પાડશે.












Click it and Unblock the Notifications
