રાજ પર ઉદ્ધવનો પ્રહાર, મોદીને સમર્થન આપવા લાગી રહી છે ઘોડાદોડ

By Super
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 માર્ચઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સાથે તેમની પાર્ટીનું ગઠબંધન નહીં તૂટે. પાર્ટીના મુખપત્ર ‘સામના'માં છપાયેલા પોતાના સંપાદકીયમાં ઉદ્ધવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તો મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મોદીને સમર્થનની કરવામાં આવેલા વાત પર પ્રહાર કર્યા છે.

Uddhav-Thackeray
સામનામાં ઉદ્ધવ ઠાકરેએ લખ્યું છે કે હાલના સમયે મોદીને સમર્થન આપવા માટે ઘોડાદોડ ચાલી રહી છે, પહેલા જે લોકો મોદીની ટીકા કરી રહ્યાં હતા તે હવે કોઇપણ પ્રકારના આમંત્રણ વગર સમર્થન આપવાની જાહેરાત કરી રહ્યાં છે, પરંતુ એવું કોઇ નથી જે શિવસેનાના રસ્તામાં ઉભો રહી શકે. તેમણે લખ્યું છે કે, એવુ લાગી રહ્યું છે કે બધા એ વાતથી ચિંતિત છે કે લોકસભા ચૂંટણીમાં શિવસેનાનું શું થશે? શું શિવસેના અને ભાજપ એક સાથે રહેશે? હું આવી ચિંતા કરનારા લોકોને જણાવી દેવા માગુ છુ કે દેશના રાજકારણમાં શિવસેના અને ભાજપ ઘણા જૂન મિત્રો છે, અમે હિન્દુત્વના કારણે એક સાથે છીએ, અનેક મુદ્દાઓ પછી પણ અમારું ગઠબંધન યથાવત છે. હિન્દુ મતોના ભાગલા પાડવા પાટે અનેક લોકોએ આ ગઠબંધનને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં ગઠબંધન મજબૂતી સાથે ઉભુ છે. તેમાં ચિંતા કરવાની કોઇ વાત નથી.

ઉદ્ધવે કહ્યું કે, શિવસેનાએ ક્યારેય મોંમા રામ, બગલમાં છૂરીનું રાજકારણ કર્યું નથી. જો કોઇએ શિવસેના વિરુદ્ધ ષડયંત્ર કરવાનો પ્રયાસ કર્યો તો પાર્ટીએ પૂરજોશમાં તેનો સામનો કર્યો. કેટલાક લોકો મુઝવણ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી. માહોલ બદલાઇ રહ્યો છે, અમેરિકા જેવા દેશોએ મોદીને વીઝા આપવાનો ઇન્કાર કરી દીદો હતો, પરંતુ હેરાન થવાની જરૂર નથી, ઓબામા દિલ્હી આવશે અને મોદીને વીઝા આપશે. ઓબામા મોદીનું સમર્થન પણ કરશે, આને કહેવાય ઉગતા સૂરજને સલામ કરવી.

English summary
Shiv Sena president Uddhav Thackeray on Tuesday has hit out at MNS chief Raj Thackeray for backing Narendra Modi as prime ministerial candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X