For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને ફોન કરીને શપથ ગ્રહણમાં આવવા માટે આપ્યુ આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા જઈ રહેલા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને ફોન પર અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા જઈ રહેલા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને ફોન પર અભિનંદન પાઠવ્યા છે. વળી, ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને શપથ ગ્રહણ સમારંભમાં આવવાનુ આમંત્રણ આપ્યુ છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમના શપથ સમારંભમાં સોનિયા ગાંધી, મનમોહન સિંહ, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી સહિત ઘણી પાર્ટીના નેતા શામેલ થવાના છે.

પીએમ મોદીને શપથ ગ્રહણમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ

પીએમ મોદીને શપથ ગ્રહણમાં શામેલ થવા માટે આમંત્રણ આપ્યુ

ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણમાં શામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ ખુદ પીએમ મોદીને ફોન પણ કર્યો અને તેમને કાર્યક્રમમાં શામેલ થવાનુ આમંત્રણ આપ્યુ. જો કે પીએમ મોદીએ આવવામાં અસમર્થતતા વ્યક્ત કરીને ફોન પર જ ઉદ્ધવ ઠાકરેને નવી ઈનિંગની શુભકામનાઓ આપી. સૂત્રો મુજબ પીએમે ઉદ્ધવને કહ્યુ કે મહારાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર તરફથી પૂરી સહાયતા આપવામાં આવશે.

સોનિયા ગાંધી, મનમોહન સિંહને આમંત્રણ

સોનિયા ગાંધી, મનમોહન સિંહને આમંત્રણ

આ પહેલા આદિત્ય ઠાકરે પોતાના પિતા ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ સમારંભનુ આમંત્રણ આપવા માટે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા 10 જનપથ, દિલ્લી પહોંચ્યા હતા. વળી, મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેવા જઈ રહેલા ઉદ્ધવ ઠાકરેએ ખુદ પૂર્વ પીએમ મનમોહન સિંહે ફોન કરીને કાર્યક્રમમાં આવવાનુ આમંત્રણ આપ્યુ છે. આ ઉપરાંત ખુદ આદિત્ય ઠાકરે મનમોહન સિંહના નિવાસ સ્થાને પહોંચ્યા અને તેમને આમંત્રિત કર્યા.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેની તાજપોશી આજે, શિવસેના-NCP-કોંગ્રેસના બે-બે મંત્રી લેશે શપથઆ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેની તાજપોશી આજે, શિવસેના-NCP-કોંગ્રેસના બે-બે મંત્રી લેશે શપથ

સેના ભવન પાસે પોસ્ટર લાગ્યા

સેના ભવન પાસે પોસ્ટર લાગ્યા

પૂર્વ પીએમ મનમોહન સિંહના નિવાસની બહાર નીકળેલા શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે અમે સોનિયા ગાંધી અને ડૉ.મનમોહન સિંહ સાથે મુલાકાત કરી કારણકે તેમનુ માર્ગદર્શન અને આશીર્વાદ જરૂરી છે. અમે મુંબઈ પાછા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ શપથગ્રહણ સમારંભમાં શામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ કરશે. તે મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ પર બેસનાર શિવસેનાના ત્રીજા નેતા છે. આ તરફ સેના ભવન પાસે એવા પોસ્ટર જોવા મળ્યા જેમાં બાલ ઠાકરેનુ સપનુ પૂરુ, મુખ્યમંત્રી શિવસેનામાંથી.

English summary
Uddhav Thackeray invite PM Narendra Modi over phone for oath taking ceremony and pm modi congratulate him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X