ઉદ્ધવ ઠાકરેએ કહ્યું 'એટલી જોરથી થપ્પડ મારો કે સામેવાળો ઊભો ન થઈ શકે.'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું 'એટલી જોરથી થપ્પડ મારો કે સામેવાળો ઊભો ન થઈ શકે.'

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોઈ અમને ધમકી આપશે તો એવી થપ્પડ મારીશું કે એ ફરી ઊભો નહીં થઈ શકે.
લોકમતે આનો વીડિઓ અહેવાલ પ્રકાશિત કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન તેઓ મુંબઈના વરલીમાં બીડીડી ચાલ ડેવલમેન્ટ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે 'એવો લાફો મારો કે છંછેડનાર ફરીથી ઊભો ન થઈ શકે.'
ઉદ્ધવ ઠાકરેની આ વાત કથિત રીતે ભાજપના ધારાસભ્યનો જવાબ ગણાવાઈ રહી છે.
ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે તાજેતરમાં કથિત રીતે 'શિવેસેના ભવનને તોડી પાડવા' અંગે નિવેદન આપ્યું હતું.
શિવસેનાએ જ્યારે એ નિવેદનનો વિરોધ કર્યો તો પ્રસાદ લાડે કહ્યું, "મારા નિવેદનનો અર્થ એ ન હતો, શિવસેનાના ચીફ બાલાસાહેબ ઠાકરે પ્રત્યે ખૂબ આદર છે અને એમનું શિવસેના ભવન તોડી પાડવાનો સવાલ જ નથી. મારા શબ્દોનો અર્થ અલગ હતો."
https://twitter.com/mipravindarekar/status/1421841853163266051
હવે, ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે તેનો વિરોધ કર્યો છે.
ભાજપના નેતા પ્રવીણ ધારેકરે કહ્યું કે, "મુખ્ય મંત્રી થપ્પડની ભાષામાં વાત કરે એ યોગ્ય નથી. તેઓ શિવસેનાના વડા છે પણ હવે રાજ્યના મુખ્ય મંત્રી છે. એમણે આ રીતે ટીકા ન કરવી જોઈએ."
- ભારત એક-એક ઑલિમ્પિક મેડલ માટે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચીન મેડલોનો ઢગલો કેવી રીતે કરે છે?
- ઑલિમ્પિકમાં ઇતિહાસ રચનારાં પીવી સિંધુની કહાણી
કાશ્મીરમાં પથ્થરબાજીમાં સામેલ હોય તેને પાસપોર્ટ અને સરકારી નોકરી નહીં મળે

જમ્મુ-કાશ્મીરમાં કથિત દેશવિરોધી પ્રવૃત્તિઓ કરનારાં અને પથ્થરમારો કરનારાં લોકોને સરકારી નોકરી ન આપવાનો અને પાસપોર્ટ ન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
'ધ હિંદુ'ના રિપોર્ટ અનુસાર આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષામાં અવરોધ પેદા કરનારા લોકોને વિદેશ જવાની મંજૂરી પણ નહીં આપવામાં આવે. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અહીંના નાગરિક સેવાઓના નિયમોમાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે.
આ સુધારા પ્રમાણે સરકારી નોકરી માટે સીઆઈડીનો ક્લિઅરન્સ રિપોર્ટ જરૂરી છે. જેમાં હવે તંત્ર દ્વારા નિયમમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને નોકરી આપવા સમયે તેનો ભૂતકાળનો રેકર્ડ તપાસવામાં આવશે. જો તે વ્યક્તિ પથ્થરમારા કે રાષ્ટ્રીય સુરક્ષામાં અવરોધ જેવી કામગીરીમાં સંડોવાયેલી હશે તો તેમને સરકારી નોકરી અને પાસપોર્ટ મેળવવામાં પરેશાની થશે.
- બળાત્કારના કેસમાં જ્યારે અદાલતમાં મહિલા સામે જ ચીંધાય છે આંગળીઓ
- બંદા સિંહ બહાદુર: એ વીર યોદ્ધા જેમણે મુગલ સલ્તનતને હચમચાવી દીધી
જુલાઈમાં જીએસટી કલેક્શન વધી રૂ.1.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવક જુલાઈમાં 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી.
'મિંટ' ન્યૂઝ વેબસાઇટ અનુસાર જુલાઈ 2020માં જીએસટી આવક 87,422 કરોડ રૂપિયા હતી અને એક વર્ષ બાદ જુલાઈ 2021માં કુલ જીએસટીની આવક 1.16 લાખ કરોડ રૂપિયા રહી છે.
આમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા, આઈજીએસટી 57,864 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમા 27,900 કરોડ રૂપિયા આયાતજકાત પેટે મળ્યા હતા. આ ઉપરાંત ઉપકર એટલે કે સેસ દ્વારા 7,790 કરોડ રૂપિયા મળ્યા હતા.
આમ જુલાઈના જીએસટીના આંકડામાં ગત વર્ષની તુલનાએ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા 31 જુલાઈ સુધી દાખલ કરવામાં આવેલા જીએસટી રિટર્ન ઉપરાંત આ સમયગાળામાં આઈજીએસટી અને વસ્તુઓની આયાત પર વસૂલવામાં આવેલો ઉપકર સામેલ છે.
https://www.youtube.com/watch?v=8yOcj2BSpl4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












Click it and Unblock the Notifications
