પાપા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, બાંગ્લાદેશ હિંસા મુદ્દે ઉદ્ધવ ઠાકરેનો નરેન્દ્ર મોદીને ટોણો

બાંગ્લાદેશમાં સરકારને ઉખેડી ફેંકતા આંદોલન વચ્ચે સતત હિંસાનો માહોલ છે. અહેવાલો અનુસાર, ઘણી જગ્યાઓએ લઘુમતિ હિન્દુઓ પર પણ હુમલા થઈ રહ્યાં છે.

વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યા બાદ સતત સ્થિતી બગડી રહી છે. હિન્દુઓ પર હિંસા વચ્ચે હવે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીને ટોણો માર્યો છે.

Uddhav Thackeray

હિંસા અને બળવા બાદ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના ભારત આવ્યા છે. જે બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા શરૂ થયા છે. આ હુમલાઓ પર શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ હવે PM નરેન્દ્ર મોદીને હિંદુઓ પર અત્યાચાર રોકવા માટે પડકાર ફેંક્યો છે.

ઉદ્ધવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો પીએમ મોદી યુક્રેનમાં યુદ્ધ રોકી શકે છે તો તેમણે પાડોશી દેશમાં હિન્દુઓની સુરક્ષા માટે પણ પગલાં લેવા જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ પીએમને પડકાર ફેંક્યો અને કહ્યું કે, જો તેઓ યુક્રેનમાં યુદ્ધ રોકી શકતા હોય તો તેમણે બાંગ્લાદેશમાં પણ આવું જ કરવું જોઈએ અને ત્યાંના હિન્દુઓને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપની લોકસભા ચૂંટણી પ્રચારની જાહેરાતનો ઉલ્લેખ કર્યો અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું રે, 'પાપા (પીએમ મોદી)ને આ યુદ્ધ બંધ કરવા પણ કહો. પાપા બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, કૃપા કરીને તેમની સાથે ન્યાય કરો.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ બાંગ્લાદેશની હાલની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચેતવણી આપી કે જો રાજકારણીઓ લોકોની ધીરજની કસોટી કરશે તો ભારતમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ફક્ત એક જ સંદેશ છે. જનતા સર્વોપરી છે અને કોઈ પણ રાજકારણીએ તેમની ધીરજની પરીક્ષા ન કરવી જોઈએ. જો તમે આ કરો તો બાંગ્લાદેશે જોયું કે લોકોની અદાલત શું કરી શકે છે. જાહેર અદાલત સર્વોચ્ચ છે. બાંગ્લાદેશમાં લોક અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X