રાજ ઠાકરેની પુત્રીનો અકસ્માત, ચહેરા પર પહોંચી ગંભીર ઇજાઓ

નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેની પુત્રી ઉર્વશી સ્કુટી ચલાવતી વખતે ઘાયલ થઇ છે. મુંબઇના હિંદુજા હોસ્પિટલમાં ભરતી ઉર્વશીનો એક પગે ગંભીર ઇજાઓ પહોંચી છે. એટલું જ નહી સ્કુટી પરથી પડે જવાથી તેનો ચહેરાના ભાગે ઘણી ગંભીર ઇજાઓ પહોંચી. જેના લીધે ડૉક્ટરે ઉર્વશીના ચહેરા પર ટાંકા લગાવવા પડ્યા. રાજ ઠાકરેએ પુત્રીની ઇજાના લીધે પોતાના આગામી ત્રણ દિવસના પ્રવાસને રદ કરી દિધો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ભત્રીજીના ખબર અંતર પૂછવા માટે હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા. ઉદ્ધવ ઠાકરે લગભગ 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યાં.

urvashi

પોલીસના અનુસાર ઘટના રવિવારે સાંજે ચાર વાગ્યાની છે. દક્ષિણ મુંબઇ વિસ્તારમાં ઉર્વશી પોતાના મિત્રોની સાથે હતી. તે દરમિયાન તેમની એક મિત્રએ સ્કુટી પર ફરવાની વાત કહી. મહાલક્ષ્મી જંક્શનની પાસે સ્કુટીનું ટાયર લપસી ગયું. પાછળની સીટ પર બેસેલી ઉર્વર્શી પડી ગઇ. તેને તાત્કાલિક જસલોક હોસ્પિટલ લઇ જવામાં આવી અને રાત્રે જ રાજ ઠાકરેએ તેને હિન્દુજા હોસ્પિટલમં ભરતી કરાવી દિધી.

રાજ ઠાકરે ત્રણ દિવસના પ્રવાસ પર કલ્યામ-દોંબિવલી જવાના હતા. અહીં તેમનો પાર્ટી કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજતરમાં જ વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટીને આકરી હાર મળી છે. તેમની પાર્ટી એમએનએસ ફક્ત એક સીટ મેળવવામાં સફળ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X