For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સુપર પ્રાયોરિટી' યોજના : સવારે અરજી કરો, સાંજે મેળવો બ્રિટનના વિઝા

|
Google Oneindia Gujarati News

passport uk
લંડન, 15 મે : બ્રિટેને ભારતીય યાત્રીઓ માટે તાત્કાલિક વિઝા આપવાને લઇને 'સુપર પ્રાયોરિટી' યોજના શરૂ કરી છે. આ અંતર્ગત જે ભારતીય યાત્રી તાત્કાલિક બ્રિટેન જવા માંગે છે, તેમને એ જ દિવસે વિઝા આપવામાં આવશે. આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે બ્રિટેને કોઇ દેશ માટે આ પ્રકારની યોજના શરૂ કરી છે.

બ્રિટેનના પ્રધાનંત્રી ડેવિડ કેમરને આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત યાત્રા દરમિયાન 'સુપર પ્રાયોરિટી' વિઝા સર્વિસ શરુ કરવાની જાહેરાત કરી હતી. બ્રિટેનના ગૃહમંત્રાલયે દુનિયાના કોઇપણ દેશ માટે આ પ્રકારની પહેલી યોજના શરૂ કરી છે. આના માટે ભારતમાં 'એપોઇન્ટમેન્ટ બુકિંગ' મંગળવારે શરૂ થઇ.

ભારતમાં બ્રિટેનના હાઈ કમિશ્નર સર જેમ્સ બેવને જણાવ્યું કે 'પહેલી વાર ભારતીય પ્રવાસીઓને બ્રિટેન જવા માટે એ જ દિવસે વિઝા મેળવવાની તક મળશે. આ પગલું વિઝા સેવાને સારી બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. અમને આશા છે કે આ નવી સેવા ખાસ કરીને વ્યાપારના હિસાબે ફાયદારૂપ રહેશે.'

તેમણે જણાવ્યું કે 'કોઇ અન્ય દેશના બદલે પહેલા ભારતમાં આ સેવા શરૂ કરવાથી હું ખૂબ જ ખુશ છું.' તેમણે જણાવ્યું કે 'આ એ લોકો માટે છે જે લોકોને તાત્કાલિક બ્રિટેન જવાની આવશ્યકતા છે.'

English summary
Britain has launched 'super priority' same-day visa service for urgent travellers from India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X