જલિયાવાલા બાગ કાંડ માટે માફી માગે બ્રિટિશ પીએમ

સમિતિના પ્રધાન ભૂષણ બહલનુ કહેવું છે કે જો તેવું નહી થાય તો અમે તેનો વિરોધ કરીશું. એવું પણ કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી શહિદોના પરિવારજનોને પણ મળી શકે છે, કારણ કે બ્રિટિશ દુતાવાસમાં શહિદોના પરિવારજનોની યાદી પણ મંગાવવામાં આવી હતી.
બ્રિટિશ પ્રધાનમંત્રીની યાત્રાને ધ્યાનમા રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેના માટે અમૃતસર, તરનતારન અને મજીઠાના પોલીસ અધિકારીઓની સોમવારે મોડી રાત સુધી બેઠક મળી હતી. ત્યાર બાદ એડીસીપી, એસીપી, ડીસીપી અને તમામ થાણા પ્રભારીઓને માર્ગો પર રાઉન્ડ લગાવવા માટેને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
પોતાની ભારત યાત્રાના પહેલા દિવસે પ્રધાનમંત્રી કેમરોને તાજ હોટલમાં ઇન્ડિયા ઇન્કને સંબોધિત કરી અને છાત્રો તથા નિવેશકો માટે એક જ દિવસમાં વિઝા જારી કરવામાં આવે તેવી ઘોષણા કરી. સાથે જ એમ પણ કહ્યું કે હવે છાત્રોની સંખ્યાની કોઇ સીમા રાખવામાં નહીં આવે, જેટલા છાત્રો ઇચ્છશે બ્રિટન જઇને અભ્યાસ કરી શકશે, જ્યારે અત્યાર સુધી બ્રિટને માત્ર 2.5 લાખ છાત્રોને વિઝા જારી કર્યા હતા.
બ્રિટિશ પ્રધાનમંત્રીની પંજાબ યાત્રા દરમિયાન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ તેમની સાથે રહેશે. દરમિયાન મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, બ્રિટિશ પ્રધાનમંત્રીને બ્રિટનમાં લગ્ન કરી રહેલા એનઆરઆઇ વિરુદ્ધ કાર્યવાહીમાં સહયોગ કરવાની માંગ પણ કરશે.












Click it and Unblock the Notifications
