PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
યુક્રેનમાં રશિયાના હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્દાલિમિર પુતિન સાથે વાત કરી છે.
નવી દિલ્લીઃ યુક્રેનમાં રશિયાના હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્દાલિમિર પુતિન સાથે વાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિશે હાલના ઘટનાક્રમ અંગે પ્રધાનમંત્રી મોદીને માહિતી આપી. પીએમ મોદીએ રશિયા-યુક્રેન વચ્ચે હિંસાને તત્કાલ બંધ કરવાની અપીલ કરી છે. આ સાથે જ બંને દેશોના પ્રમુખો વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય છાત્રોની સુરક્ષાને લઈને પણ વાત કરી.

પીએમઓ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાના લાંબા સમયથી ચાલી આવી રહેલા વિશ્વાસનુ પુનરાવર્તન કર્યુ છે અને કહ્યુ કે રશિયા અને નાટો વચ્ચે મતભેદ માત્ર વાતચીતથી જ ઉકેલી શકાય છે. પીએમઓએ જણાવ્યુ કે પીએમ મોદીએ હિંસાના તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી અને રાજનાયિક વાતચીત અને ચર્ચાના રસ્તે વળવા માટે બધા પક્ષોને ઠોસ પ્રયત્ન કરવાનુ આહવાન કર્યુ.
પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને છાત્રોની સુરક્ષા વિશે ભારતની ચિંતાઓ વિશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ અવગત કરાવ્યા અને જણાવ્યુ કે ભારત તેમના સુરક્ષિત નિકાસ અને ભારત પાછા આવવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પીએમઓએ જણાવ્યુ કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિને આ વાત પર સંમતિ વ્યક્ત કરી કે તેમના અધિકારી અને રાજનાયિક દળ સામયિક હિતોના મુદ્દે નિયમિત સંપર્ક જાળવી રાખશે. આ તરફ રશિયા પર યુકે, યુએસ, ઑસ્ટ્રેલિયા, જાપાન વગેરે દ્વારા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ રશિયાએ આ પ્રતિબંધોના કારણે આજે પોતાની કાઉન્સિલની એક મહત્વની બેઠક બોલાવી છે.
ફ્રાંસના ઈમેનુએલ મેક્રોંએ કહ્યુ કે યુક્રેન પર રશિયાનો હુમલો યુરોપીય ઈતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે અને તેના અમારા જીવનમાં ઉંડા, સ્થાયી પરિણામ હશે. વળી, રશિયાએ દાવો કર્યો કે તેણે યુક્રેનમાં 11 હવાઈ પટ્ટીઓ સહિત 70થી વધુ સૈન્ય છાવણીઓને નષ્ટ કરી દીધી છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધી ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે. યુક્રેનમાં હજારો લોકોએ પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જવા માટે મજબૂર થવુ પડ્યુ છે. લોકો ઝડપથી દેશ છોડીને પડોશી દેશોમાં જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
