For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ જન્મભૂમિ પર મસ્જિદ ક્યારેય નહીં: ઉમા ભારતી

By Super
|
Google Oneindia Gujarati News

uma bharti
લખનૌ, 17 ઑક્ટોબરઃઅયોધ્યામાં રામમંદિર બનાવવાનો ઇરાદો ભલે ભાજપે બદલી નાંખ્યો હોય પરંતુ ત્યાં મસ્જિદ બને તે ક્યારેય સહન નહીં કરાય. ભાજપના નેતા ઉમા ભારતીએ અયોધ્યા મુદ્દાને ફરી એક વખત આગ આપવાનો પ્રયત્ન કરતા કહ્યું રામ જન્મભૂમિ પર બાબરી મસ્જિદ બનાવવાના યૂપી સરકારના પ્રયાસોની આકરી આલોચના કરી છે. તેમણે સપા સરકારને ચેતવણી આપી છે કે પાર્ટી તેનો જોરશોરથી વિરોધ કરશે, સપા સરકારના આ મનસૂબાને સફળ નહીં થવા દઇએ.

ગંગા સમગ્ર વિકાસ અભિયાન પર નિકળેલી સાઘ્વી ઉમા ભારતીએ કહ્યું છે કે, લોકો એવું સમજે છે કે ભાજપ પોતાના ઇરાદાથી ડગી ગયું છે પરંતુ તેવું નથી. તેમણે કહ્યું કે કેટલાક લોકો માટે રામ જન્મભૂમિ આંદોલન રાજનીતિક રૂપથી ભલે અસફળ રહ્યું હોય પરંતુ તેમની નજરમાં એ સંપૂર્ણ સફળ આંદોલન છે. તેમણે કહ્યું કે અયોધ્યા મુદ્દો કોર્ટમાં ચાલતો હતો તેથી ઇચ્છા હોવા છતાં તેમાં હસ્તક્ષેપ કરી શકાય તેમ નહોતું, પરંતુ હવે કોર્ટે પણ સ્વિકાર કર્યો છે કે ત્યાં રામ મંદિર હતું.

ઉમા ભારતીએ કહ્યું કે ત્યાં ભગવાન રામનું ભલે નાનું મંદિર છે પરંતુ હવે તે ખુલ્લામાં બિરાજમાન છે, મસ્જિદના બંધ કપાટોમાં નહીં.

રામ જન્મભૂમિ આંદોલન, તિરંગા આંદોલન અને ગંગા આંદોલન આ ત્રણેય આંદોલનને તેણે પોતાના જીવનના ત્રણ મુખ્ય પડાવ ગણાવ્યા છે અને કહ્યું છે કે રામ જન્મભૂમિ આંદોલન એક સફળ આંદોલન હતું જ્યારે તિંરગા માટે તેમણે મુખ્યમંત્રીની ખુરશી છોડવાનો નિર્ણય કરવા માટે એક મીનિટનું પણ મોડું નહોતું કર્યું અને હવે ગંગા આંદોલનમાં તમામ ધર્મોના લોકો ગંગાની રક્ષા માટે એક બિનરાજકારણી પ્રયત્ન સાથે એકઠા થયાં છે.

ઉમા ભારતીએ કહ્યું કે રામ જન્મભૂમિ અને તિરંગા માટે તેણે ક્યારેય બાંધછોડ નથી કરી, તેમણે આ આંદોલનને સફળ બનાવવા માટે પુરજોશમાં પ્રયત્નો કર્યા અને હવે ગંગા આંદોલનમાં પણ આવા જ પ્રયાસો કરવામાં આવશે.

English summary
Bharatiya Janata Party leader Uma Bharti has said that she can't tolerate any type of mosque on the birth place of Lord Rama in Ayodhya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X