For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકારના 'મોબાઇલ સેવા' પ્રયાસને UNનો એવોર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન : ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા મોબાઇલ પ્લેટફોર્મની મદદથી જાહેર ક્ષેત્રોની સેવાઓને ઇલેક્ટ્રોનિકલી વધારે લોકો સુધી પહોંચાડવા અંગે હાથ ધરવામાં આવેલા પ્રયાસને યુનાઇટેડ નેશન્સ તરફથી પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કારને 'યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ' તરીકે ઓળખવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા 'મોબાઇલ સેવા'નો ખ્યાલ વિકસાવીને તેને ફંડિંગ આપીને તેના રાષ્ટ્રીય સ્તરે અમલીકરણ સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સેવાને બહેરિન, બ્રાઝિલ, કેમેરૂન, રિપબ્લિક ઓફ કોરિયા અને સ્પેનની સાથે વર્ષ 2014 માટેના UN પબ્લિક સર્વિસ એવોર્ડમાં બીજું સ્થાન મળ્યું છે.

mobile-seva

'મોબાઇલ સેવા'નો મુખ્ય દ્રષ્ટિકોણ ભારતમાં મોબાઇલ ગવર્નન્સના ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું છે. મોબાઇલ મારફતે જાહેર સેવા પ્રદાન કરવાની દિશામાં આ નવીન પ્રયત્ન છે. આ પ્રયાસ ભારતમાં મોબાઇલના વધતા ઉપયોગને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવાથી લાભ થશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ સેવા અંગેના એક નિવેદન અનુસાર આ સેવાનો હેતુ મોબાઇલ આધારિત જાહેર સેવાઓને મોબાઇલ આધારિત ચેનલ્સ, એસએમએસ, વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ, મોબાઇલ એપ્લિકેશન વગેરેની મદદથી એક જ પ્રયત્નમાં નિરાકરણ લાવવાનો છે.

આ સેવા અંગે યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂને જણાવ્યું કે "વર્તમાન સમયમાં પરસ્પરઆધારિત અને જટિલ વૈશ્વિક પડકારો અસરદાર ગવર્નન્સ અને કાર્યક્ષમ જાહેર વહીવટને કેન્દ્રમાં રાખીને વિકાસના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાના છે. આ દ્વારા તેમાં વર્ષ 2015 પછીના વિકાસ એજન્ડાઓનો અમલ કરવાની પણ મહત્વની બાબત સંકળાયેલી છે."

આ પુરસ્કારમાં પ્રથમ ક્રમે આવનારા દેશોમાં ઓસ્ટ્રીયા, બેહરિન, બ્રાઝિલ, મોરોક્કો, ઓમાન, રિપબ્લિક ઓફ કોરિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, થાઇલેન્ડ, તુર્કી અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે.

ગરીબી નાબૂદી અને સ્થાયી વિકાસની દિશામાં કરવામાં આવેલા પ્રયાસો બદલ 14 દેશોના વિજેતાઓને આ પુરસ્કાર 26 જૂનના રોજ ઉરુગ્વેમાં એનાયત કરવામાં આવશે.

English summary
UN award for Indian Governments mobile seva initiative.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X