For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UN

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એક પ્રવકતાએ કહ્યુ છે કે જો જરૂર પડી તો યુએન ભારતની મદદ કરવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

ચોમાસાના વરસાદના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વળી, અમુક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. અસમની સ્થિતિ ઘણી ભયાનક થઈ ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 85 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 24,48,128 લોકો પૂરથી પ્રભાવિત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એક પ્રવકતાએ કહ્યુ છે કે જો જરૂર પડી તો યુએન ભારતની મદદ કરવા માટે તૈયાર છે.

સ્ટીફન દુજારિકે કહી મોટી વાત

સ્ટીફન દુજારિકે કહી મોટી વાત

મહાસચિવ પ્રવકતા, સ્ટીફન દુજારિકે દૈનિક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે અમારા સહયોગીઓએ અમને જણાવ્યુ કે ભારતના અસમમાં ચોમાસાના વરસાદથી ભારે પૂરના કારણે ઘણા બધા લોકો પ્રભાવિત થઈ ગયા છે. જો જરૂર પડી તો અમે ભારત સરકારની મદદ કરવા માટે તૈયાર છે.

કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધી 108 જાનવરોના મોત

કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધી 108 જાનવરોના મોત

અસમ રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યુ છે કે રાજ્યમાં 40 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયા છે. વળી, આ પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધી 108 જાનવરોના મોત થઈ ચૂક્યા છે. જો કે 132 જાનવરોને બચાવી લેવાયા છે.

તમામ શહેર અને ગામ પૂરના પાણીમાં ડૂબી ગયા

તમામ શહેર અને ગામ પૂરના પાણીમાં ડૂબી ગયા

વળી, તમામ શહેર અને ગામ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ધીમાજી, લખીમપુર, વિશ્વનાથ, સોનિતપુર, ઉદલગુરી, દરાંગ, બક્સા, નલબારી, બારપેટા, ચિરાંગ, બોંગાઈગાંવ, કોકરાઝાર, ધુબરી, ગોલપારા, કામરુપ, મોરીગાંવ, પશ્ચિમી કાર્બી આંગલાંગ, ગોલઘાટ, જોરહાટ, માજુલી, શિવસાગર, દિબ્રૂગઢ અને તિનસુકિયા જિલ્લાાં લોકો પૂરથી પ્રભાવિત થયા છે. વળી, બ્રહ્મપુત્ર નદી પોતાના સામાન્ય સ્તરથી ઘણી વધુ ઉપર વહી રહી છે. આની સહાયક નદીઓ પણ ખતરાના નિશાનથી ઉપર જ છે. માર્ગ અને અન્ય નિર્માણ કાર્ય પણ પણ ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.

સુશાંત કેસઃ નિર્ભયાના વકીલ સીમાએ કહ્યુ - સુસાઈડ નહિ ડેડ બૉડી જોઈને પ્લાન્ડ મર્ડર લાગી રહ્યુ છેસુશાંત કેસઃ નિર્ભયાના વકીલ સીમાએ કહ્યુ - સુસાઈડ નહિ ડેડ બૉડી જોઈને પ્લાન્ડ મર્ડર લાગી રહ્યુ છે

English summary
UN is ready to support Assam, where devastating flood killed more than 100 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X