For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો દાવો - પાકિસ્તાનમાં નથી દાઉદ ઈબ્રાહિમ

ભાગેડુ ડૉન છોટા વકીલે બુધવારે આ વાતનો ઈનકાર કર્યો છે કે મોસ્ટ વૉન્ટેડ આતંકી અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં રહી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના મોસ્ટ વોન્ટેડ લોકોમાંથી એક દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં રહે છે, પાકિસ્તાનની સરકારે આ વાતને માની લીધી છે. હવે ભાગેડુ ડૉન છોટા વકીલે બુધવારે આ વાતનો ઈનકાર કર્યો છે કે મોસ્ટ વૉન્ટેડ આતંકી અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં રહી રહ્યો છે. સીએનએન-ન્યૂઝ 18 સાથે એક્સક્લુઝીવ વાતચીતમાં છોટા શકીલે કહ્યુ કે આ ભારતીય મીડિયા જણાવી રહ્યુ છે કે દાઉદ ઈબ્રાહિમ કરાંચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે. આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી. તે પાકિસ્તાન સહિત કોઈ પણ સરકાર માટે જવાબદેહ નથી.

પાકિસ્તાન સહિત કોઈ પણ સરકાર માટે જવાબદેહ નથીઃ શકીલ

પાકિસ્તાન સહિત કોઈ પણ સરકાર માટે જવાબદેહ નથીઃ શકીલ

પાકિસ્તાનના કડક આર્થિક પ્રતિબંધોથી બચવા માટે 88 આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે અને આ યાદીમાં દાઉદનુ નામ પણ શામેલ છે. પાક સરકાર તરફથી આ આતંકીઓના સરનામા પણ જારી કરવામાં આવ્યા છે. આ સવાલનો જવાબ આપીને આ તમારી જવાબદારી છે અમારી નહિ. અમે લોકો કરાંચીમાં નથી. પછી કોઈ અમને કેવી રીતે અહીંના કહી શકે છે. સોશિયલ મીડિયાના આ દોરમાં તમે કંઈ પણ અનુમાન લગાવી શકો છો જેમ કે કોઈની પાસે ગાડી અને બંગલો છે. તમે કંઈપણ બતાવવા માટે સ્વતંત્ર છો.

પહેલી વાર પાકિસ્તાને માન્યુ દાઉદ કરાંચીમાં છે

પહેલી વાર પાકિસ્તાને માન્યુ દાઉદ કરાંચીમાં છે

ઈબ્રાહિમ પર ભારત દ્વારા 1993ના મુંબઈના બોમ્બ ધમાકા બાદ માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ભારતીય અધિકારીઓએ ઘણીવાર કહ્યુ છે કે તેમનુ માનવુ છે કે ઈબ્રાહિમ કરાંચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે. પરંતુ પાકિસ્તાને ઘણી વાર તેમની ઉપસ્થિતિનો ઈનકાર કર્યો. આંતરરાષ્ટ્રીય આતંકવાદ નાણાકીય પોષણ પર નિરીક્ષણ રાખતી સંસ્થા(એફએટીએફ)ની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાની કોશિશો હેઠળ પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ સહિત તેમના આકાઓ પર કડક નાણાકીય પ્રતિબંધો લગાવ્યા છે.

પાકિસ્તાને દાઉદના ત્રણ સરનારા જારી કર્યા

પાકિસ્તાને દાઉદના ત્રણ સરનારા જારી કર્યા

વર્ષો સુધી ઈનકાર કરનાર પાકિસ્તાને એ પહેલી વાર માન્યુ કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહી રહ્યો છે. પાકિસ્તાન સરકાર તરફથી જારી લિસ્ટમાં દાઉદ ઈબ્રાહિમના નામ સાથે દસ્તાવેજમાં તેનુ સરનામુ 1. વ્હાઈટ હાઉસ, સઉદી મસ્જિદ પાસે, ક્લિફ્ટન રોડ, કરાંચી જણાવવામાં આવ્યુ. આ ઉપરાંત દાઉદ પાસે - હાઉસ નંબર 37, 30 સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટી, કરાંચી અને પેલેસિયલ બંગલા, હિલી એરિયા, નૂરબાદ, કરાંચી તરીકે સૂચિબદ્ધ અન્ય સંપત્તિઓ પણ છે.

છાત્ર-માતાપિતા ઈચ્છે છે નીટ-જેઈઈ પરીક્ષા થાયઃ શિક્ષણ મંત્રીછાત્ર-માતાપિતા ઈચ્છે છે નીટ-જેઈઈ પરીક્ષા થાયઃ શિક્ષણ મંત્રી

English summary
Underworld don Dawood Ibrahim does not live in Pakistan claims Don Chhota Shakeel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X