For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સિંગ માટે ક્રિકેટરોને ધમકાવતા હતા દાઉદના માણસો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

daud-ibrahim
નવી દિલ્હી, 19 મે: સ્પૉટ ફિક્સિંગના કારણે ક્રિકેટ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. આ મુદ્દે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમના માણસો યુવા ક્રિકેટરોને ફિક્સિંગના માટે ધમકાવતા હતા. એક પ્રમુખ ભારતીય સમાચાર પત્રના અનુસાર દાઉદની ગેંગના માણસો ખેલાડીઓને ફિક્સિંગમાં સામેલ થવા માટે મજબૂર કરતા હતા. જો ખેલાડીઓ ફિક્સિંગમાં સામેલ થવા માટે મનાઇ કરતા તો દાઉદના માણસો તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપતાં હતા.

બુબુકીઝ અને ગેંગસ્ટર્સ વચ્ચે ફોન પર થયેલી વાતચીત પર આ ખુલાસો થયો છે. પોલીસે તે ખેલાડીઓના નામ બતાવ્યા નથી જેમને ધમકાવવામાં આવતાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટર્સના કેટલાક ખેલાડીઓને રેકેટમાં સામેલ કરવા ઉત્સુક જોવા મળતા હતા. ડી કંપનીના માણસો ખેલાડીઓ સાથે અભદ્ર રીતે વર્તતા હતા.

English summary
With each passing day, the IPL spot-fixing saga keeps getting murkier. Now, reports have emerged that suggest that D Company might have threatened young cricketers to get involved into fixing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X