For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વાર દેવુ ન ચૂકવી શકનાર ‘માલ્યાજી' ને ચોર કહેવા અયોગ્યઃ ગડકરીનું વિવાદિત નિવેદન

કેન્દ્રીય માર્ગ પરિવહન તેજ રાજમાર્ગ મંત્ર નીતિન ગડકરીએ લીકર કિંગ વિજય માલ્યા વિશે એવુ કંઈક કહ્યુ છે જેના પર હોબાળો થવો નક્કી જ છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માર્ગ પરિવહન તેજ રાજમાર્ગ મંત્ર નીતિન ગડકરીએ લીકર કિંગ વિજય માલ્યા વિશે એવુ કંઈક કહ્યુ છે જેના પર હોબાળો થવો નક્કી જ છે. ટાઈમ્સ ગ્રુપના આર્થિક સંમેલનને સંબોધિત કરતા ગડકરીએ કહ્યુ કે એક વાર દેવુ ન ચૂકવી શકનાર ' વિજય માલ્યાજી' ને ચોર કહેવા યોગ્ય નથી. તેમણે કહ્યુ કે સંકટ સામે ઝઝૂમી રહેલા ઉદ્યોગપતિનું ચાર દશકથી યોગ્ય સમયે દેવુ ચૂકવવાનો રેકોર્ડ રહ્યો છે એટલા માટે એક વાર જો દેવુ ન ચૂકવી શક્યા તો તેના માટે ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરવો અનુચિત છે.

આ પણ વાંચોઃ કમલનાથ બન્યા મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી, કોઈ નહિ બને ઉપ મુખ્યમંત્રીઆ પણ વાંચોઃ કમલનાથ બન્યા મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી, કોઈ નહિ બને ઉપ મુખ્યમંત્રી

gadkari

ગડકરીએ કહ્યુ કે 40 વર્ષ માલ્યા નિયમિત ચૂકવણી કરતા રહ્યા હતા. 40 વર્ષ બાદ જ્યારે તે એવિએશનમાં ગયા તો શું તે ચોર બની ગયા, જે પચાસ વર્ષોથી વ્યાજ ભરે છે તે બરાબર છે, પરંતુ એક વારમાં તે ડિફોલ્ટ થઈ ગયા... તો તરત જ બધુ ફ્રોડ થઈ ગયુ? આ માનસિકતા બરાબર નથી. અરે વેપારમાં ઉપરનીચે થતુ રહે છે. જો કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યુ હોય તો તેની મદદ કરવી જોઈએ.

આર્થિક છેતરપિંડી કરનારાને મોકલો જેલ: ગડકરી

જો નીરવ મોદી કે વિજય માલ્યાજીએ આર્થિક છેતરપિંડી કરી છે તો તેમને જેલ મોકલી દેવા જોઈએ પરંતુ જો કોઈ મુશ્કેલીમાં આવી જાય અને આપણે તેના પર છેતરપિંડીનું લેબલ લગાવી દઈએ તો આપણી અર્થ વ્યવસ્થા પ્રગતિ ન કરી શકે. જો કે ગડકરીએ સ્પષ્ટ કર્યુ કે તેમની માલ્યા સાથે કોઈ પ્રકારની વેપારી લેવડદેવડ નથી. હાલમાં જ બ્રિટનની એક અદાલતે માલ્યાને ભારતને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. માલ્યા પર કથિત રીતે 9000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી અને મની લોંડરિંગનો આરોપ છે.

English summary
Union Minister Nitin Gadkari on Thursday suggested that it is unfair to tag a one-time loan defaulter Vijay Mallyaji as a chor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X