For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જ

ગૃહમંત્રી અમિત શાહ કે જે 18 ઓગસ્ટથી દિલ્લીની એઈમ્સમાં પોસ્ટ કોવિડ વૉર્ડમાં એડમિટ હતા તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગૃહમંત્રી અમિત શાહ કે જે 18 ઓગસ્ટથી દિલ્લીની એઈમ્સમાં પોસ્ટ કોવિડ વૉર્ડમાં એડમિટ હતા તેમને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી આ બાબતે માહિતી આપવામાં આવી છે. આ પહેલા 29 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાંથી જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્લીના એઈમ્સ સ્થિત પોસ્ટ કોવિડ કેર વૉર્ડમાં ભરતી છે. વળી હવે તે રિકવર થઈ ચૂક્યા છે અને બહુ જલ્દી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમિત શાહ 2 ઓગસ્ટના રોજ કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા. આ વાતની માહિતી ખુદ ગૃહમંત્રીએ ટ્વિટ કરીને લોકોને આપી હતી.

amit shah

તમને જણાવી દઈએ કે કોરોનાથી રિકવર થયા બાદ 18 ઓગસ્ટે તબિયત બગડતા અમિત શાહને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આ પહેલા કોરોના સંક્રમણ દરમિયાન અમિત શાહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ જ મહિને 2 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો ત્યારબાદ તે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા હતા. 14 ઓગસ્ટે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.

આ પહેલા ડૉક્ટરોની સલાહ પર ગૃહમંત્રી હોમ આઈસોલેશનમાં જતા રહ્યા હતા પરંતુ કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ આરોગ્ય સાથે જોડાયેલી અમુક સમસ્યાઓના કારણે 18 ઓગસ્ટે તે ફરીથી એઈમ્સમાં ભરતી થયા હતા. એઈમ્સથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમણે ત્રણ દિવસથી શરીરમાં દુઃખાવાની ફરિયાદ હતી અને થાક પણ અનુભવાઈ રહ્યો હતો. અમિત શાહ હોસ્પિટલથી જ મંત્રાલયનુ કામકાજ કરી રહ્યા હતા.

Petrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલના રેટ શું છેPetrol and Diesel Rate Today: પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

English summary
Union home minister Amit Shah discharged from AIIMS post covid care.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X