For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરમાં ગૃહમંત્રીઃ આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયેલા પરવેઝ અહેમદના પરિવારને મળ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે નૌગામમાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

નૌગામઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે નૌગામમાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા. જ્યાં શાહે ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના પરિવારજનોની મુલાકાત કરી. આ દરમિયાન અહેમદની પત્ની ફાતિમા અખ્તરને સાંત્વના આપી અને તેમને સરકારી નોકરી માટે અધિકૃત કાગળો આપ્યા. ત્યાં જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર રહ્યા.

amit shah

અધિકારીઓએ જણાવ્યુ કે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર સીઆઈડીના ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડાર(શહીદ)ને તેમના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી છે. પરવેઝ અહેમદ ગયા મહિને શહીદ થયા હતા. હવે તેમના પરિવારની મુલાકાત કરીને શાહે કહ્યુ કે, 'મને અને આખા દેશને તેમની બહાદૂરી પર ગર્વ છે.' વળી, એક ભાજપ નેતા બોલ્યા કે અમે શહીદ જવાનના પરિવારજનોની મુલાકાત કરી અને તેમની પત્નીને સરકારી નોકરીના કાગળો સોંપ્યા. શાહ બોલ્યા, 'જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી બદલાઈ છે...મોદીજીએ જે નવા રાજ્યની કલ્પના કરી છે, તેને સાકાર કરવા માટે અહીંની પોલિસ ફોર્સ પૂરી તન્મયતાથી પ્રયાસરત છે.'

શાહ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પોતાની ત્રિદિવસીય યાત્રા હેઠળ હાલમાં સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. અહીં પહોંચીને તેમનુ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શાહનુ સ્વાગત કર્યુ. શાહ જ્યારે શ્રીનગર એરપોર્ટ પર તો ઘણા નેતા તેમની સાથે નીકળ્યા. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરથી 5 ઓગસ્ટ, 2019ના રોજ આર્ટિકલ 370ના રદ થવાના લગભગ 25 મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે.

English summary
Union Home Minister Amit Shah Jammu Kashmir Visit latest News & Meeting updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X