કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસમાં કરશે ચાર રાજ્યોનો પ્રવાસ, ગણાવશે મોદી સરકારની ઉપલબ્ધિઓ

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નરેન્દ્ર મોદીના નવ વર્ષ પુરા થવાના પ્રસંગે સરકારની ઉપલબ્ધિઓ ગણાવવા માટે ભાજપના કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અંતર્ગત 10 અને 11 જૂનના રોજ ચાર રાજ્યોમાં જનસભાઓને સંબોધિત કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રેલી યોજે તેવી શક્યતા છે, જ્યાં હાલમાં જ રાષ્ટ્રીય રાજધાનીમાં બંને નેતાઓની મુલાકાત બાદ ભાજપ એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી સાથે હાથ મિલાવશે કે, કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.

amit shah

અમિત શાહ રવિવારના રોજ આંધ્રપ્રદેશમાં જાહેર સભાને સંબોધશે અને લોકો નવા જોડાણના સંદર્ભમાં રાજ્ય માટે ભાજપની રાજકીય યોજનાઓ પર તેમના સંબોધનમાં કોઈ સંદેશની આતુરતાથી રાહ જોશે. રાજ્યની સત્તાધારી YSR કોંગ્રેસ અત્યાર સુધી મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને સમર્થન આપી રહી છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ 10 જૂનના રોજ રાજ્યના તિરુપતિમાં જાહેર સભાને સંબોધવાના છે. જેપી નડ્ડા તિરુપતિ બાલાજી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. અમિત શાહ શનિવારના રોજ ગુજરાતના પાટણ અને મહારાષ્ટ્રના નાંદેડમાં જાહેર સભાઓને સંબોધશે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, અમિત શાહ નાંદેડમાં હજૂર અચલનગર સાહિબ ગુરુદ્વારામાં પૂજા કરશે. આંધ્રપ્રદેશના પ્રવાસ પહેલા તેઓ રવિવારના રોજ તમિલનાડુના વેલ્લોરમાં એક સભાને સંબોધશે. સરકારની વર્ષગાંઠ નિમિત્તે ભાજપ 30 મે થી 30 જૂન સુધી એક મહિનાનો લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X