For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો મોટો દાવો, કહ્યું-ભારતમાં સૌથી સસ્તુ પેટ્રોલ

ભારતમાં પેટ્રોલના ભાવને લઈને સતત બબાલો ચાલી રહી છે ત્યારે હવે કેન્દ્રિય મંત્રીએ મોટો દાવો કર્યો છે. તેમના દાવાને કારણે રાજનીતિ તેજ થઈ ગઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સતત પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને છે અને મોંઘવારીને લઈને સતત હલ્લા થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ એક નિવેદન આપી મોટો દાવો કર્યો છે. ભારત સરકારમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, ભારતમાં પેટ્રોલની કિંમતો સૌથી ઓછી છે.

petrol price

પેટ્રોલિયમ મંત્રીએ ગુરૂવારે મોટો દાવો કર્યો હતો. તેમણે આ દાવો કરતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવને જોતા ભારતમાં પેટ્રોલના ભાવ અન્ય દેશોની સરખામણીમાં લગભગ સૌથી ઓછા છે. હરદીપ પુરી સંસદમાં નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેઓએ વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલના ભાવમાં મોટા માર્જિનથી વધારો થયો છે. તેમાં ક્યારેક 40 ટકા અથવા 50 ટકાથી વધુનો વધારો થયો છે. આ સંજોગોમાં પણ ભારતમાં પેટ્રોલના ભાવ 2021 અને 2022 વચ્ચે માત્ર બે ટકા વધ્યા છે.

હવે પેટ્રોલિયમ મંત્રીના આ નિવેદને નવો વિવાદ છેડ્યો છે. એખ તરફ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. જો કે તમામ ઘટના વચ્ચે મહત્વની વાત એ છે કે, તેમના આ દાવામાં કેટલુ સત્ય છે? જો કે કેટલાક દેશોમાં પેટ્રોલ ભારતની સરખામણીએ મોંઘુ પણ છે પરંતુ એ આ દાવાને સાચો સાબિત કરી શકે નહીં. ભારત સરકાર અને રાજ્ય સરકારના વધુ પડતા ટેક્સને કારણે લોકોને ભારતમાં પેટ્રોલ મોંઘુ ખરીદવુ પડે છે.

આ સિવાય આંકડાઓ પર નજર કરીએ તો, પેટ્રોલના ભાવને લઈને બેંક ઓફ બરોડા ઇકોનોમિક રિસર્ચના એક અહેવાલ અનુસાર, મોંઘા પેટ્રોલની બાબતમાં દુનિયાના 106 દેશોમાં ભારત 42માં નંબરે છે. આ રિપોર્ટ અનુસાર, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, હોંગકોંગ, ઈટાલી, નેધરલેન્ડ જેવા વિકસિત દેશોમાં ભારતથી મોંઘુ પેટ્રોલ વેચાઈ રહ્યું છે. બીજી તરફ અમેરિકા, ચીન, જાપાન જેવા દેશોમાં ભારત કરતાં સસ્તું પેટ્રોલ મળી રહ્યું છે. ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા અને આયાતકાર દેશ છે. અહીં 85 ટકા તેલ આયાત કરવામાં આવે છે.

અહીં સૌથી મોટી અને વિચારવા જેવી બાબતે એ છે કે, ડામાડોળ અર્થવ્યવસ્થા વચ્ચે પણ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભારત કરતા ઓછા છે. અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બીજા શહેરોમાં થોડો ફેરફાર જોવા મળે છે.

English summary
Union Minister Hardeep Singh Puri's strange claim, said-cheapest petrol in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X