For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આવુ કોઈ કેવી રીતે બનાવી શકે...', નીતિન ગડકરીએ અક્ષય કુમાર પાસે કરાવી એવી જાહેરાત કે થઈ ગયા ટ્રોલ

રોડ સેફ્ટી અભિયાનના આ વીડિયોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. આ જાહેરાત માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં રોડ સેફ્ટી કેમ્પેઈન અને રોડ અકસ્માતોને ટાળવા માટે એક જાહેરાતમાં કામ કર્યુ હતુ. આ વીડિયો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે સાથે મળીને બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શુક્રવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં કારમાં છ એરબેગ્સ પ્રમોટ કરવામાં આવી છે. જો કે, જાહેરાતનો કૉન્સેપ્ટ લોકોને ગમ્યો નથી. રોડ સેફ્ટી અભિયાનના આ વીડિયોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. આ જાહેરાત માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

'આ જાહેરાત દહેજ પ્રથાને પ્રોત્સાહન આપે છે'

'આ જાહેરાત દહેજ પ્રથાને પ્રોત્સાહન આપે છે'

સોશિયલ મીડિયા પર લોકોએ આ જાહેરાતની ટીકા કરી છે. ઘણા લોકોનો આરોપ છે કે આ જાહેરાત દહેજની પ્રથાને પ્રોત્સાહન આપી રહી છે, જે દેશમાં સજાપાત્ર ગુનો છે. વીડિયોમાં એક પિતા દુલ્હનની વિદાય વખતે રડતા જોઈ શકાય છે. એક પોલિસવાળાની ભૂમિકા ભજવતાઅક્ષય કુમાર નવવધૂના પિતાને માત્ર બે એરબેગ્સવાળી કારમાં મોકલવા બદલ ટોણો મારે છે.

'આવુ કોઈ કેવી રીતે બનાવી શકે, આ ક્રિએટીવ કોણ પાસ કરે છે..'

'આવુ કોઈ કેવી રીતે બનાવી શકે, આ ક્રિએટીવ કોણ પાસ કરે છે..'

જાહેરાતને 'સમસ્યાજનક' ગણાવીને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે જે આવા ક્રિએટીવ કોણ પાસ કરે છે, આવુ કોઈ કેવી રીતે બનાવી શકે છે... જે દહેજની બુરાઈ અને ગુનાહિત કૃત્યોને પ્રોત્સાહન આપે છે.'પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યુ, 'આ એક એવી સમસ્યાજનક જાહેરાત છે. આવા ક્રિએટિવ્સ કોણ પાસ કરે છે? શું સરકાર કારના સલામતી પાસાને પ્રોત્સાહન આપવા પૈસા ખર્ચી રહી છે કે આ જાહેરાત દ્વારા દહેજના દુષ્ટ અને ગુનાહિત કૃત્યને પ્રોત્સાહન આપી રહી છે?'

'ભારત સરકાર અધિકૃત રીતે દહેજને પ્રોત્સાહન આપે છે'

'ભારત સરકાર અધિકૃત રીતે દહેજને પ્રોત્સાહન આપે છે'

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ જણાવ્યુ હતુ કે, 'આ ભારત સરકારે અધિકૃત રીતે દહેજને પ્રોત્સાહન આપવા માટે જોવાનુ છે.' રોડ સેફ્ટી એડવર્ટાઈઝમેન્ટ ભારતીય સમૂહ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનુ રવિવારે કાર અકસ્માતમાં અવસાન થયા બાદ શરુ કરવામાં આવ્યુ હતુ. સાકેત ગોખલેએ આક્ષેપ કર્યો હતો કે ખામીયુક્ત રોડ ડિઝાઇનને કારણે કાર અકસ્માત થયો હતો અને સરકાર છ એરબેગ્સ માટે દબાણ કરીને રસ્તાઓને ઠીક કરવાને બદલે જવાબદારીમાંથી ધ્યાન હટાવી રહી છે.'

'આ જાહેરાત એક ખાડો છે. પ્લોટ સંપૂર્ણ રીતે ગુમાવી દીધો છે'

'આ જાહેરાત એક ખાડો છે. પ્લોટ સંપૂર્ણ રીતે ગુમાવી દીધો છે'

અન્ય એક યુઝરે લખ્યુ, 'આ જાહેરાત એક ખાડો છે. સંપૂર્ણ રીતે પ્લોટ ગુમાવ્યો છે. શું તે લગ્ન વિશે, કન્યા વિશે, કે દહેજ વિશે છે અથવા 6 એરબેગ્સ કાર માટે...આ શું છે? આ સરકારી જાહેરાતો આટલી બાલિશ કેવી રીતે હોઈ શકે અને તેઓ અન્ય કોઈ રીતે સુરક્ષા વિશે વાત નહોતા કરી શકતા.'

'માત્ર ભારત સરકાર જ આવુ કરી શકે છે...'

'માત્ર ભારત સરકાર જ આવુ કરી શકે છે...'

અન્ય એકે લખ્યુ, 'ફક્ત ભારતમાં જ સરકાર કરદાતાઓના પૈસાએક સજાપાત્ર ગુનો, દહેજને પ્રોત્સાહન આપતી જાહેરાતને પ્રોત્સાહ આપવા માટે ખર્ચ કરશે. આ ફક્ત અહીં જ થઈ શકે છે. અગાઉ શુક્રવારે નીતિન ગડકરીએ અક્ષય કુમારનો રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અભિયાનમાં તેમના સમર્થન માટે આભાર માનતા કહ્યુ હતુ કે, 'સડક સુરક્ષાના મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાના તેમના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે.' તેમણે ટ્વિટર પર લખ્યુ, "અમે જાગૃતિ અને જનભાગીદારી દ્વારા ભારતમાં માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ.'

English summary
Union minister Nitin Gadkari faces troll for ad campaign with Akshay kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X