કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી, નાગપુર ઑફિસમાં આવ્યા ફોન
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. માહિતી મુજબ કરોડો રુપિયાની માંગ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને ફોનથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ફોન તેમના નાગપુર સ્થિત કાર્યાલયમાં ઘણી વાર આવ્યા. ત્યારબાદ તરત જ તેમના સ્ટાફે મહારાષ્ટ્ર પોલીસને આ બાબતે માહિતી આપી. આરોપીની લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરી રહી છે. મળતી માહિતી મુજબ ફોન કરનારે તેમની પાસે કરોડો રૂપિયાની માંગ કરી હતી.

મળતી માહિતી મુજબ, નીતિન ગડકરીની ઑફિસમાં પહેલો ફોન 11:29 વાગે આવ્યો હતો. તેના થોડા સમય બાદ સવારે 11.35 વાગે ધમકી આપનાર વ્યક્તિએ ફરી ફોન કર્યો હતો. તરત જ પોલીસને તમામ માહિતી આપવામાં આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે ત્રીજો કોલ 12.32 વાગે આવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ આરોપીનુ લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફોન કરનારે દાઉદ ઈબ્રાહિમનુ નામ આપ્યુ હતુ અને કેન્દ્રીય મંત્રી પાસે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તેમ ન કરવા પર તેણે તેમને મારી નાખવાની વાત કરી.
નીતિન ગડકરી હજુ પણ નાગપુરમાં છે. ઘટના બાદ તરત જ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ સાથે તેમના જનસંપર્ક કાર્યાલયની બહાર વધારાના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ની ટીમ પણ કેન્દ્રીય મંત્રીના કાર્યાલય પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરશે.
આ મામલે ડીસીપી નાગપુર રાહુલ મદનેએ જણાવ્યુ કે ત્રણ ફોન કોલ આવ્યા હતા. વિગતો મેળવવામાં આવી રહી છે અને અમારી ક્રાઈમ બ્રાન્ચ સીડીઆર પર કામ કરશે. વિશ્લેષણ ચાલી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રીની સુરક્ષા તાત્કાલિક અસરથી વધારી દેવામાં આવી હતી. જ્યાં પણ કાર્યક્રમો છે ત્યાં વધારાના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પહેલા ડિસેમ્બરમાં ઝારખંડના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેમના ભંડારીદહ સ્થિત ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો હતો, જેમાં હાથ વડે ધમકી લખવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે તે પત્ર પર મોકલનારના નામને બદલે શિક્ષક ફોરવર્ડ ગ્રુપ એસોસિએશનનુ નામ લખવામાં આવ્યુ હતુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
