For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને કરી આ અપીલ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને કરી આ અપીલ

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના લપેટામાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકર પણ આવી ગયા છે. શુક્રવારે જાવેડકરે ટ્વીટ કરી પોતે કોરોના સંક્રમિત થયા હોવાનું જણાવ્યું. તેમણે લખ્યું કે, "આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પાછલા 2-3 દિવસમાં જે કોઈપણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાનો કોવિડ-19 ટેસ્ટ કરાવી લે તેવો આગ્રહ કરું છું." જણાવી દઈએ કે કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, પ્રકાશ જાવેડકર પહેલાં પણ અન્ય નેતા મહામારીના લપેટામાં આવી ચૂક્યા છે.

prakash javedkar

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોનાવાયરસ સંક્રમિત થયા છે, તેઓ પોતાના આવાસ પર ક્વોરેન્ટાઈન છે. આઈસોલેશનમાં રહેતાં પ્રશાસનની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. કોવિડ 19ના પ્રસારને જોતાં કેટલાય રાજ્યોએ સાપ્તાહિક લૉકડાઉન અને પૂર્ણ નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓમુજબ શુક્રવારે દેશભરમાંથી 2,17,353 નવા દર્દી સામે આવ્યા અને આ દરમ્યાન 1185 લોકો સંક્રમિત થવાના કારણે મૃત્યુ પામ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાણકારી આપી છે કે પાછલા એક દિવસમાં કોરોના વાયરસથી 1,18,302 દર્દી સાજા થયા છે.

નવા કેસ મળ્યા બાદ દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કુલ મામલાની સંખ્યા વધીને 1,42,91,917 અને રિકવર દર્દીની સંખ્યા 1,25,47,866 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દૈનિક મામલામાં થઈ રહેલા રેકોર્ડ વધારાના કારણે કોરોનાવાયરસના એક્ટિવ કેસ પણ વધી ગયા છે અને દર્દીની સંખ્યા 15,69,743 સુધી પહોંચી ગઈ છે. જ્યારે દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાએ અત્યાર સુધીમાં 1,74.308 લોકોના જીવ લઈ લીધો છે. કોરોના વાયરસના મામલામાં થઈ રહેલા વધારા વચ્ચે ડરામણા સમાચાર એ પણ છે કે દેશમાં દર્દીઓનો રિકવરી રેટ ઘટવા લાગ્યો છે.

દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ તોડ 20,000 મામલા, મહારાષ્ટ્રમાં 63700 કેસદિલ્હીમાં કોરોનાના રેકોર્ડ તોડ 20,000 મામલા, મહારાષ્ટ્રમાં 63700 કેસ

English summary
Union Minister Prakash Javadekar tested coronavirus positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X