પ્રણવ દાએ કેજરીવાલને કહ્યું સમોસા કેમ નથી ખાતા?
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ તેમના અલગ અંદાજ માટે ઓળખાય છે. તેમનો પહેરવેશ અને રહન સહન તેમને અન્ય નેતાઓથી અલગ કરી દે છે. ત્યારે જ્યારે બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત પદ્મ સન્માન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની કેજરીવાલ સાથે મુલાકાત થઇ તો કંઇક એવું થયું કે બધા હસી પડ્યા.

થયું એવું કે કેજરીવાલ ભોજના સમયે પેસ્ટ્રી ખાઇ રહ્યા હતા. ત્યારે જ પ્રણવ મુખર્જી તેમને પાસે આવ્યા અને કહ્યું કે કેજરીવાલજી તમારી ખાંસી ઠીક થઇ ગઇ, તો પછી સમોસા, ભજિંયા એવું બધું ખાવને.
નોંધનીય છે કે જ્યારે કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પ્રણવ મુખર્જીએ તેમને ભારતીય સંવિધાન પુસ્તક ભેટરૂપે આપ્યું હતું. રાષ્ટ્રપતિની આ ભેટ પર સોશ્યલ મિડિયામાં જોરદારની ચર્ચા થઇ હતી.












Click it and Unblock the Notifications
