Unlock 2 Guideline: જાણો શું શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે અનલૉક 2 માટે ગાઇડલાઇન જાહેર કરી દીદી છે. 31 જુલાઇ સુધી કંટેનમેન્ટ ઝનમાં લૉકડાઉન લાગૂ રહેશે. કંટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી કામોને જ મંજૂરી રહેશે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ આ ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું કે અનલૉક 2.0માં કઇ ચીજો પર પ્રતિબંધ યથાવત રહેશે. અનલૉક 2ની અવધી 31 જુલાઇ સુધી રહેશે. આ દરમિયાન રાતે 10 વાગ્યાથી લઇ સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે.

જાણો અનલૉક 2માં શું શું બંધ રહેશે
- સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાન 31 જુલાઇ સુધી બંધ રહેશે.
- ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી વિના આંતરરાષ્ટ્રીય હવાઇયાત્રા નહિ કરી શકો.
- મેટ્રો રેલ નહિ ચાલે.
- સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બાર, એસેમ્બલી હોલ અને આવા પ્રકારના સ્થાનો બંધ રહશ.
- સામાજિક/ રાજનૈતિક/ ખેલ/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્ય અને અન્ય મોટા કાર્ય નહિ થઇ શકે.
- આ તમામ શરૂ કરવાની તારીખ હાલાતના આંકલન કર્યા બાદ જ નક્કી કરાશે.
- કંટેનમેન્ટ જોનની બહાર કેન્દ્ર અને રાજ્ય પ્રશિક્ષણ સંસ્થાનોને 15 જુલાઇથી કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી છે.
- 31 જુલાઇ સુધી કંટેનમેન્ટ ઝોન્સમાં લૉકડાઉન ચાલુ રહેશે. જ્યાં કંટેનમેન્ટ ઝોન નથી, ત્યાંની ગતિવિધિઓમાં છૂટનો ફેસલો રાજ્ય સરકાર કરશ.
- રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ હાલાતને જોતા કંટેનમેન્ટ ઝોન્સની બહાર પણ કેટલીક ગતિવિધિઓને રોકી શકે છે અને પ્રતિબંધ લગાવી શકે છે.
નાઇટ કર્ફ્યૂના નિયમ
રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકોને બહાર જવા પર પ્રતિબંધ રહેશે. જરૂરી સેવાઓષ કંપનીઓમાં શિફ્ટમાં કામ કરનારાઓ, નેશનલ અને સ્ટેટ હાઇવે પર સામાન લઇ જનારા વાહન, કાર્ગોની લેન્ડિંગ અને અનલોડિંગ પર પ્રતિબંધ લાગૂ નહિ રહે. બસો, ટ્રેનો અને પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ઘરે જવાની મંજૂરી રહેશે. નિયમોનું પાલન કરવા માટે સ્થાનિક પ્રશાસન પોતાના સ્તરે કલમ 144 લાગૂ કરવા જેવા આદેશ જાહેર કરી શકે છે.












Click it and Unblock the Notifications
