For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Unlock-4 : જાણો 1 સપ્ટેમ્બરથી શું રહેેશે બંધ અને કઈ સેવાઓમાં મળશે છૂટ

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર લૉકડાઉન બાદ અર્થવ્યવસ્થાને ખોલવા માટે 1 સપ્ટેમ્બરથી અનલૉક-4.0 તબક્કાની શરૂઆત કરવાની છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર લૉકડાઉન બાદ અર્થવ્યવસ્થાને ખોલવા માટે 1 સપ્ટેમ્બરથી અનલૉક-4.0 તબક્કાની શરૂઆત કરવાની છે. આ તબક્કો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસ 3.5 મિલિયનનો આંકડો પાર કરી ગયા છે. અનલૉક-4 માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક-બે દિવસમાં ગાઈડલાઈન્સ જારી કરી દેવામાં આવશે. અનલૉક-4ના દિશાનિર્દેશો વિશે અધિકારીઓએ કહ્યુ, અમુક વસ્તુઓને છોડીને બાકી બધી જરૂરી ગતિવિધિઓની છૂટ આપવામાં આવી શકે છે. જાણો અનલૉક 4.0 દરમિયાન શું ફેરફાર થઈ શકે છે.

1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ શકે છે દિલ્લી મેટ્રો

1 સપ્ટેમ્બરથી ચાલુ થઈ શકે છે દિલ્લી મેટ્રો

  • કેન્દ્ર સરકાર મેટ્રો સેવાઓ શરૂ કરવાની છૂટ આપી શકે છે. 22 માર્ચછી જ મેટ્રો સેવાઓ ઠપ્પ પડી છે જ્યારે 1 સપ્ટેમ્બરથી દિલ્લી-એનસીઆરમાં મેટ્રો બંધ છે. એક સપ્ટેમ્બરથી સંપર્ક રહિત ટિકિટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને યાત્રિઓને હવે ટોકનનો ઉપયોગ કરવાના મંજૂરી નહિ હોય.
  • કોવિડ-19ના માનકોનુ પાલન કરવુ, જેવા કે માસ્ક ન પહેરવા, સીટ પર બેસવાનો અર્થ છે કે સામાજિક સંતુલન જાળવા રાખવા માટે ખાલી જગ્યા છોડી દેવામાં આવે અને સ્ટેશન પરિસર પર થૂંકવુ કે કચરો નાખવા પર પણ ભારે દંડ ભરવો પડી શકે છે.
  • બારમાં ટેકઅવે દ્વારા દારૂ વેચવાની છૂટ મળી શકે છે. કર્ણાટક સરકાર પણ રેસ્ટોરાંમાં દારૂ વેચવાની પરમિશન આપવાનુ મન બનાવી ચૂકી છે. આવતા મહિને પબ અને ક્લબ પણ ખુલી શકે છે.
બંધ રહેશે સ્કૂલ-કોલેજ

બંધ રહેશે સ્કૂલ-કોલેજ

  • સ્કૂલ અને કોલેજો બંધ રહેશે. જો કે કર્ણાટકમાં 1 સપ્ટેમ્બરથી ડિગ્રી કોલેજોના ઑનલાઈન ક્લાસ શરૂ થઈ રહ્યા છે. ત્યાં 1 ઓક્ટોબરથી ઑફલાઈન ક્લાસીસ શરૂ કરવાની પણ યોજના છે.
  • સિનેમા હૉલ પણ બંધ રહેશે કારણકે થિયેટરોને 25-30% ક્ષમતા ધરાવતા શો ચલાવવા સંભવ નહિ બને. જો કે કર્ણાટક આતિથ્ય ક્ષેત્રને રાહત આપવા માટે થિયેટર ખોલવા અને રેસ્ટોરાંમાં દારૂનુ વેચાણ કરવાની મંજૂરી મળી શકે છે.
  • કોલકત્તામાં ઘરેલુ ઉડાનોને લેન્ડ કરવાની છૂટ મળી જશે. સીએમ મમતા બેનર્જીએ કહ્યુ કે 1 સપ્ટેમ્બરથી દિલ્લી, મુંબઈ, પૂણે, નાગપુર, ચેન્નઈ અને અમદાવાદની ફ્લાઈટ્સ કોલકત્તા એરપોર્ટ ઉતરી શકશે. પશ્ચિમ બંગાળમાં પબ અને ક્લબ આવતા મહિને ખુલવાની આશા છે. વળી, રાજ્યમાં સપ્તાહમાં બે વાર પૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે.
ખુલી શકે છે પબ અને બાર

ખુલી શકે છે પબ અને બાર

  • મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ બંધ રહેશે. મુંબઈ પોલિસે પણ ચેતવણી જારી કરી છે કે જો કારણ વિના બહાર ફરતા જોવા મળ્યા તો ગાડી સીઝ કરી દેશે.
  • ચેન્નઈએ ઘોષણા કરી છે કે આંતરરાજ્ય અને આંતર જિલ્લા ગતિવિધિ માટે ઈ-પાસ અનિવાર્ય રહેશે. શહેરમાં અનલૉક 4.0માં દારૂની દુકાનો અને હોટલો પર પ્રતિબંધને ઘટાડવામાં આવી શકે છે.
  • રાજ્ય સરકારો એ વધારાની ગતિવિધિઓ પર અંતિમ નિર્ણય લઈ શકે છે જેના પર અનલૉક 4 દરમિયાન પણ પ્રતિબંધ ચાલુ રહે. આવતા મહિને સામાજિક, રાજકીય ગતિવિધિઓ, ખેલકૂદ, મનોરંજન, એકેડેમિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ તેમજ અન્ય સમાગમ પર પ્રતિબંધ ચાલુ રહેવાની સંભાવના.

'વન નેશન-વન ઈલેક્શન'ની તૈયારી, કૉમન મતદારયાદી લાવવાનો પ્લાન કરી રહી છે મોદી સરકાર'વન નેશન-વન ઈલેક્શન'ની તૈયારી, કૉમન મતદારયાદી લાવવાનો પ્લાન કરી રહી છે મોદી સરકાર

English summary
Unlock 4: Guidelines of fourth phase of opening will start from September 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X