ઉન્નાવ ગેંગરેપ: 107 વખત કર્યું ટવિટ, યોગીએ કોઈ જવાબ આપ્યો નહીં

Posted By:
Subscribe to Oneindia News

ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવનાર પીડિતા જિલ્લાપ્રશાશન સહીત સીએમ યોગી પાસે પણ ઘણી વાર મદદ માંગી ચુકી હતી. એટલું જ નહીં પરંતુ છેલ્લા 1 વર્ષમાં પીડિતાના ચાચા ઘ્વારા સીએમ યોગીને 107 ટવિટ કરવામાં આવી હતી. પીડિતા અને તેમનો પરિવાર દરેક જગ્યા પર ગયા પરંતુ તેમને ક્યાંય પણ નયાય મળ્યો નહીં.

પરિજનો અનુસાર તેમને પીએમઓ પાસે પત્ર પણ લખ્યો હતો. ત્યારપછી સીએમ કાર્યાલય અને ડીએમ ઘ્વારા સુરક્ષા માટે આશ્વાશન મળ્યું હતું પરંતુ એવું પણ પણ થયું નહીં. પરિવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને દરેક જગ્યાથી ખાલી આશ્વાશન જ મળ્યું. એટલું જ નહીં પરંતુ સીએમને કરવામાં આવેલા ટવિટનો કોઈ જ જવાબ આવ્યો નહીં.

હાઇકોર્ટે યોગી સરકારને તીખા સવાલ કર્યા

હાઇકોર્ટે યોગી સરકારને તીખા સવાલ કર્યા

ઉન્નાવ રેપ કેસમાં હાઇકોર્ટ ઘ્વારા યોગી સરકારને તીખા સવાલ કરવામાં આવ્યા છે. કોર્ટ ઘ્વારા રાજ્ય સરકારના વકીલને પૂછવામાં આવ્યું કે હજુ સુધી વિધાયકની ધરપકડ કેમ કરવામાં નથી આવી. કોર્ટે રાજ્ય સરકારના વકીલ પાસે તેનો જવાબ માંગ્યો હતો.

વીડિયો સામે આવ્યો

વીડિયો સામે આવ્યો

આપણે જણાવી દઈએ કે ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કાર થયાનો મામલો સામે આવ્યા પછી પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થઇ ગયી હતી. ત્યારપછી પીડિતાના પિતાનો એક વીડિયો સામે આવ્યો જેમાં ભાજપા વિધાયક પર તેમને મારવાનો આરોપ લગાવ્યો છે.

વિશેષ જાંચ દળનું ગઠન

વિશેષ જાંચ દળનું ગઠન

આ વીડિયો સામે આવ્યા પછી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ થઇ રહી છે. આ આખા મામલે જાંચ કરવા માટે એક વિશેષ જાંચ દળની રચના કરવામાં આવી છે. જેમને મંગળવારે ઉન્નાવ જઈને પીડિતાના ઘરવાળા ની પૂછપરછ કરી. પરંતુ તેમને હજુ સુધી કુલદીપ સિંહ સેંગર સાથે કોઈ જ પૂછતાછ કરી નથી.

કુલદીપ સિંહ સેંગરને બચાવવાની કોશિશ

કુલદીપ સિંહ સેંગરને બચાવવાની કોશિશ

પોલીસે સેંગર વિરુદ્ધ આઇપીસી ધારા 363, 366, 376, 506 અને પોસ્ટ એક્ટ હેઠળ આખો મામલો નોંધી લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર પર ઘણા આરોપો લાગ્યા હતા. પરંતુ પોલીસે તેની પૂછતાછ પણ કરી ના હતી. જેના કારણે પોલીસ પર પણ આરોપ લાગી રહ્યા હતા કે તેઓ દબાવમાં કામ કરી રહી છે અને કુલદીપ સિંહ સેંગરને બચાવવાની કોશિશ કરી રહી છે.

English summary
Unnao gangrape case victim uncle did 107 tweets no reply came from yogi adityanath.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.