આખરે ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ

Posted By:
Subscribe to Oneindia News

ઉન્નાવમાં મહિલા સાથે રેપ કેસ મામલે આખરે ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. એસઓ રાજેશ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ ઉન્નાવ રેપ કેસ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. પોલીસે સેંગર વિરુદ્ધ આઇપીસી ધારા 363, 366, 376, 506 અને પોસ્ટ એક્ટ હેઠળ આખો મામલો નોંધી લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર પર ઘણા આરોપો લાગ્યા હતા. પરંતુ પોલીસે તેની પૂછતાછ પણ કરી ના હતી. જેના કારણે પોલીસ પર પણ આરોપ લાગી રહ્યા હતા કે તેઓ દબાવમાં કામ કરી રહી છે અને કુલદીપ સિંહ સેંગરને બચાવવાની કોશિશ કરી રહી છે.

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

આપને જણાવી દઈએ કે ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા પછી પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થઇ ચુકી છે. ત્યારપછી પીડિતાના પિતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેમને ભાજપા વિધાયક પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે માંગ થઇ રહી છે.

એક વિશેષ જાંચ કમિટી

એક વિશેષ જાંચ કમિટી

આ આખા મામલા અંગે એક વિશેષ જાંચ કમિટી બનાવવામાં આવી જેને મંગળવારે ઉન્નાવમાં જઈને પીડિતાના પરિવાર સાથે પુછપરછ કરી. પરંતુ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર સાથે આ મામલે કોઈ જ પૂછપરછ કરવામાં આવી નથી.

કોર્ટે અંતિમ સંસ્કાર પર રોક લગાવી

કોર્ટે અંતિમ સંસ્કાર પર રોક લગાવી

આ આખા મામલાની જાંચ કરવા માટે બનાવવામાં આવેલી એસઆઈટી પ્રમુખ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દોષી ઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. આખી ઘટના સામે આવ્યા પછી હાઇકોર્ટ પણ એલર્ટ થઇ ગયું છે. આજે આ મામલે કોર્ટમાં સુનાવણી પણ થશે. કોર્ટ ઘ્વારા આખા મામલા અંગે રિપોર્ટ કોર્ટમાં હાજર કરવા માટે જણાવ્યું છે. કોર્ટ ઘ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે પીડિતાના પિતાનો અંતિમ સંસ્કાર કરવામાં ના આવે અને તેને સુરક્ષિત રાખવામાં આવે.

ભાઈની પહેલા જ ધરપકડ થઇ ચુકી છે

ભાઈની પહેલા જ ધરપકડ થઇ ચુકી છે

બળાત્કારના આરોપી વિધાયકના ભાઈ અતુલ સિંહ સેંગરની મંગળવારે સવારે ઉન્નાવથી ધરપકડ કરી લેવામાં આવી હતી. અતુલ સિંહ સેંગર પર યુવતીના પિતા સાથે મારપીટ કરવાનો આરોપ છે. 18 વર્ષની યુવતીનો આરોપ છે કે તેના પર ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ ઘ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે.

English summary
Unnao Rape Case FIR registered against BJP MLA Kuldeep Singh Sengar. Police has confirmed the FIR.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.