For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખરાબ રીતે દાઝી ગયેલા ઉન્નાવ રેપ પીડિતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદથી, ઉન્નાવ બળાત્કાર મામલે વિપક્ષ યુપીની યોગી સરકારને નિશાન બનાવતુ હતુ.

|
Google Oneindia Gujarati News

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખરાબ રીતે દાઝી ગયેલા ઉન્નાવ રેપ પીડિતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદથી, ઉન્નાવ બળાત્કાર મામલે વિપક્ષ યુપીની યોગી સરકારને નિશાન બનાવતુ હતુ. કોંગ્રેસ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ બળાત્કારના કેસમાં વિરોધ શરૂ કર્યો છે. શનિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિધાનસભા સામે ધરણા પર બેઠા છે.

ઉન્નાવ રેપ કેસ

ઉન્નાવ રેપ કેસ

ઉલ્લેખનિય છેકે યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાનુ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ત્યાં રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી ત્યારે મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા. આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બે આરોપી જામીન પર બહાર હતા.

પીડિતાને એરલિફ્ટથી લવાઇ દિલ્હી

પીડિતાને એરલિફ્ટથી લવાઇ દિલ્હી

લગભગ 90 ટકા બળી ગયેલી પીડિતાને ગુરુવારે સાંજે એરલિફ્ટ કરીને લખનઉની સિવિલ હોસ્પિટલમાંથી દિલ્લી લાવવામાં આવી હતી. દિલ્લી એરપોર્ટથી હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો.

મોડી રાત્રે પીડિતાનું થયું મૃત્યુ

મોડી રાત્રે પીડિતાનું થયું મૃત્યુ

સફદરગંજ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ. શલભ કુમારે જણાવ્યુ કે, અમારી તમામ કોશિશો છતાં પીડિતાને બચાવી શકાઈ નહિ. સાંજથી જ તેની સ્થિતિ ગંભીર થવા લાગી હતી. રાતે 11.10 વાગે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. અમે ઈલાજ શરૂ કર્યો અને તેને બચાવવાની પૂરી કોશિશ કરી પરંતુ 11.40 મિનિટે તેનુ મોત થઈ ગયુ. તેમણે જણાવ્યુ કે પીડિતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે.

English summary
Unnao Rape Case: Samajwadi Party President Akhilesh Yadav Sitting on Dharna Outside Vidhan Sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X