Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત
Unnao Rape Case ઓવૈસીનો ભાજપને સવાલ- હવે ક્યાં ગઈ મુસ્લિમ મહિલાઓની મહોબ્બત
નવી દિલ્હીઃ ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની ગાડીનું જે સંદિગ્ધ પરિસ્થિતિઓમાં એક્સિડન્ટ થયું તેના પર યુપી સરકાર પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે હવે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસાદુદ્દીન ઓવૈસીએ સોમવારે ભાજપની યુપી સરકાર પર નિશાન સાધ્યું. જણાવી દઈએ કે ઉન્નાવ ગેંગ રેપ પીડિતા પોતાના પરિવારના બે સભ્યો સાથે કારથી જઈ રહી હતી, આ દરમિયાન નંબર વિનાની એક ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેમાં પીડિતા ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ જ્યારે ચાચી અને મોસીનું મોત થયું. જણાવી દઈએ કે ભાજપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ગેંગરેપ મામલામાં આરોપી છે અને તે જેલમાં બંધ છે.

ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો
ઓવૈસીએ ભાજપ પર તીખો હુમલો બોલતા કહ્યું કે જેવી રીતે ગેંગરેપ થયા બાદ પણ સેંગર ભાજપમાં બન્યા રહ્યા, આ શર્મનાક છે. તેમણે કહ્યું કે તેઓ એક્સિડેન્ટથી આશ્ચર્યચકિત નથી કેમ કે છોકરીએ પહેલા કહ્યું હતું કે તેનો જીવ ખતરાામં છે. આ કારણ જ છે કે છોકરીને પોલીસ પર ભરોસો નથી અને તેણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું કે રવિવારે થયેલ અકસ્માતને ગંભીરતાથી લેવાની જરૂરત છે, ભાજપે આ અકસ્માતને ગંભીરતાથી લેવો જોઈએ.

અવાજ દબાવવાની કોશિશ
ઓવૈસીએ કહ્યું કે એક્સિડેન્ટ દ્વારા રેપ પીડિતાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી છે. એક બાજુ જ્યાં તમે મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ટ્રિપલ તલાકને લઈ તમારી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તમે રેપ પીડિતાને સુરક્ષા આપવામાં ફેલ થઈ ગયા છો. ઉન્નાવ રેપ પીડિતા સાથે થયેલ અકસ્માતમાં પીડિતાની ચાચી અને મોસીનું મોત થયા બાદ ઘટનાને લઈ ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય વિરુદ્ધ પીડિતાના કાકાએ એફઆઈઆર નોંધાવી છે.

કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે પીડિતાના કાકા હાલ રાયબરેલીની જિલ્લા જેલમાં કેદ છે. એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદિપ સિંહ અને તેના ભાઈ મનોજ સેંગરનું નામ પણ નોંધાયેલ છે. આ મામલામાં 10 નામજદ અને 15-20 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઉન્નાવ રેપ કેસની પીડિતા પોતાના પરિવાર અને વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના કાકાને મળવા જઈ રહી હતી. રસ્તામાં તેમની કારને તેજ રફ્તારે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં પીડિતાની કાકી અને મોસી મૃત્યુ પામ્યા, જ્યારે પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કહ્યુ્ં કે વાહન વિપરીત દિશામાં આવી રહ્યાં હતાં અને વરસાદને કારણે સ્પષ્ટ દેખાઈ ન રહ્યું હોવાથી ટક્કર થઈ.












Click it and Unblock the Notifications
