ઉન્નાવ ગેંગરેપ પીડિતાની હાલત નાજુક, અખિલેશે વ્યક્ત કરી હત્યાની આશંકા

યુપીના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના વાહનને રવિવારે બપોરે રાયબરેલી જિલ્લામાં એક ટ્રકે ટક્કર મારી દીધી. આ દૂર્ઘટનામાં પીડિતાના કાકી અને માનું મોત નીપજ્યુ છે. વ

યુપીના બહુચર્ચિત ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના વાહનને રવિવારે બપોરે રાયબરેલી જિલ્લામાં એક ટ્રકે ટક્કર મારી દીધી. આ દૂર્ઘટનામાં પીડિતાના કાકી અને માનું મોત નીપજ્યુ છે. વળી, પીડ઼િતા અને તેમના વકીલ આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પીડિતાના પરિવારજનોએ દૂર્ઘટનાને ષડયંત્ર ગણાવ્યુ છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે પણ મામલાને ષડયંત્ર ગણાવ્યુ છે. બંને પાર્ટીઓએ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.

અખિલેશ યાદવે હત્યાની આશંકા વ્યક્ત કરી

અખિલેશ યાદવે હત્યાની આશંકા વ્યક્ત કરી

ઉન્નાવ રેપ પીડિતાના માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આના પર હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે ઉન્નાવની રેપ પીડિતા સાથે રાયબરેલી જતી વખતે થયેલ દૂર્ઘટના ગંભીર ઘટના છે જેની પાછળ તેની હત્યાની આશંકા પણ હોઈ શકે છે. પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને રાયબરેલી જિલ્લા પ્રશાસનને ગંભીર રીતે ઘાયલ ગેંગરેપ પીડિતાને દરેક સંભવ ઉપચાર કરાવવીની અપીલ કરી છે. પાર્ટીએ પ્રશાસનને પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. પાર્ટીએ પ્રશાસનને પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરીછે. લખનઉ સમાજવાદી પાર્ટી (સપા)ના એમએલસી ઉદયવીર અને સુનીલ સાજન ઉન્નાવ બળાત્કાર પીડિતાના ખબર પૂછવા ગયા હતા.

કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી છે

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય આરાધના મિશ્રા પીડિતાને મળવા ટ્રોમા સેન્ટર ગયા હતા. તેમણે કહ્યુ કે મને પ્રિયંકા ગાંધીએ પીડિતાને મળવા માટે મોકલ્યા છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આની સીબીઆઈ તપાસ થવી જોઈએ. અમે આની ન્યાયિક તપાસ પણ ઈચ્છીએ છીએ. યુપી સરકાર પર નિશાન સાધતા આરાધના મિશ્રાએ કહ્યુ કે આ સરકાર અસંવેદનશીલ છે. હજુ સુધી તેણે પીડિતાના પરિવારનો સંપર્ક કર્યો નથી.

ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવ્યો હતો

ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવ્યો હતો

પીડિતાના મામાએ આરોપ લગાવ્યો કે આ દૂર્ઘટના નથી પરંતુ એક ષડયંત્ર છે. ધારાસભ્યના માણસોએ આ કરાવ્યુ છે. જે ટ્રક સાથે ટક્કર થઈ તેની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવ્યો છે. જો કે પોલિસે ટ્રકને જપ્ત કરી લીધી છે અને ડ્રાઈવરને પણ પકડી લીધો છે. પોલિસના જણાવ્યા મુજબ ટ્રક ફતેહપુરની છે. ઘટનાની તપાસ ફોરેન્સિક ટીમ કરી રહી છે. ગેંગરેપ પીડિતાને સુરક્ષા માટે 2 સરકારી ગનર પણ મળ્યા છે પરંતુ ઘટના સમયે બંને તેની સાથે નહોતા. એટલુ જ નહિ ઘટના સમયે જોરદાર વરસાદ થઈ રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X