ઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી
યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાનુ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ છે.
યુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાનુ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફરદરગંજ હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે પીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ત્યાં રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી ત્યારે મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા. આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બે આરોપી જામીન પર બહાર હતા.

પીડિતાને એરલિફ્ટ કરીને લખનઉથી દિલ્લી લવાઈ હતી
લગભગ 90 ટકા બળી ગયેલી પીડિતાને ગુરુવારે સાંજે એરલિફ્ટ કરીને લખનઉની સિવિલ હોસ્પિટલમાંથી દિલ્લી લાવવામાં આવી હતી. દિલ્લી એરપોર્ટથી હોસ્પિટલ સુધી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો. પીડિતાને એરલિફ્ટ કરીને લખનઉથી દિલ્લી લાવવામાં આવી હતી.

રાતે 11.40 વાગે પીડિતાએ તોડ્યો દમ
સફદરગંજ હોસ્પિટલના બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિભાગના પ્રમુખ ડૉ. શલભ કુમારે જણાવ્યુ કે, અમારી તમામ કોશિશો છતાં પીડિતાને બચાવી શકાઈ નહિ. સાંજથી જ તેની સ્થિતિ ગંભીર થવા લાગી હતી. રાતે 11.10 વાગે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. અમે ઈલાજ શરૂ કર્યો અને તેને બચાવવાની પૂરી કોશિશ કરી પરંતુ 11.40 મિનિટે તેનુ મોત થઈ ગયુ. તેમણે જણાવ્યુ કે પીડિતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ છે.

બધા આરોપીની ધરપકડ
તમને જણાવી દઈએ કે ઘટનામાં શામેલ બધા પાંચે આરોપીઓ ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પીડિતાએ જણાવ્યુ હતુ કે શિવમ ત્રિવેદી નામના વ્યક્તિએ તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી રાયબરેલી લઈ જઈને રેપ કર્યો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ત્રિવેદીએ મોબાઈલમા તેનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો જેને વાયરલ કરવાની ધમકી આપીને તે સતત રેપ કરતો રહ્યો. યુવતીએ કહ્યુ કે શિવમે ઘણા શહેરોમાં લઈ જઈને તેની સાથે રેપ કર્યો. પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યુ પરંતુ શિવમ ન માન્યો.












Click it and Unblock the Notifications
