For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ કેસઃ વકીલનું વેંટીલેટર હટાવવામાં આવ્યુ, રેપ પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક

રાયબરેલી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલની હાલત છઠ્ઠા દિવસે પણ જેમની તેમ જ છે.

|
Google Oneindia Gujarati News

રાયબરેલી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલની હાલત છઠ્ઠા દિવસે પણ જેમની તેમ જ છે. પીડિતા હજુ પણ વેંટિલેટર પર છે જ્યારે વકીલનું વેંટિલેટર હટાવી લેવામાં આવ્યુ છે. કેજીએમયુ, લખનઉના ડૉક્ટર એસએન શંખવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે ઉન્નાવ રેપ પીડિતાની હાલત નાજુક પરંતુ સ્થિર છે જ્યારે વકીલની હાલતમાં થોડો સુધારો છે.

વકીલનું વેંટિલેટર હટાવવામાં આવ્યુ

વકીલનું વેંટિલેટર હટાવવામાં આવ્યુ

ડૉક્ટરે જણાવ્યુ કે વકીલની હાલતમાં સુધારો થતાં વેંટિલેટર સંપૂર્ણપણ હટાવી લેવામાં આવ્યુ છે. ડૉક્ટરે જણાવ્યુ કે રાજ્ય સરકારના નિર્દેશ પર બંનેનો મફતમાં ઈલાજ થઈ રહ્યો છે. આ પહેલા શુક્રવારે જારી કરાયેલ મેડીકલ બુલેટિનમાં હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યુ હતુ કે 28 જુલાઈથી આઈસીયુમાં ભરતી પીડિતા અને તેના વકીલની સ્થિતિ નાજુક પરંતુ સ્થિર બનેલી છે. આ દરમિયાન શનિવારે સવારે સીબીઆઈની એક ટીમ પીડિતાના પરિજનોને મળવા પહોંચી હતી.

પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક

પીડિતાની સ્થિતિ હજુ પણ નાજુક

કેજીએમયુના ટ્રોમા સેન્ટરના પ્રભારી ડૉ. સંદીપ તિવારીએ જણાવ્યુ કે યુવતીના ઘણી હાડકા તૂટ્યા છે. સાથે છાતીમાં પણ ઈજા છે. પીડિતાની હાલતમાં સામાન્ય સુધારો થયો છે પરંતુ આને સંતોષજનક ન કહી શકાય. ડૉક્ટરોની ટીમ સતત મોનિટરીંગ કરી રહી છે અને પીડિતાને હજુ પણ વેંટિલેટર પર રાખવામાં આવી છે. ડૉક્ટરે જણાવ્યુ કે ઘાયલ વકીલ મહેન્દ્ર સિંહને ગુરુવારે દિવસમાં થોડી વાર માટે વેંટિલેટર પર હટાવીને નિરીક્ષણ હઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની હાલત સ્થિર રહી હતી. બાદમાં પછી તેમને વેંટિલેટર પર કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ શ્રીનગરમાં સ્થિતિ બેકાબુ, પેટ્રોલ પંપથી લઈને એટીએમની બહાર સુધી લાઈનોઆ પણ વાંચોઃ શ્રીનગરમાં સ્થિતિ બેકાબુ, પેટ્રોલ પંપથી લઈને એટીએમની બહાર સુધી લાઈનો

લખનઉના કેજીએમયુમાં ઉન્નાવ રેપ પીડિતાનો થઈ રહ્યો છે ઈલાજ

લખનઉના કેજીએમયુમાં ઉન્નાવ રેપ પીડિતાનો થઈ રહ્યો છે ઈલાજ

તમને જણાવી દઈએ કે રેપ પીડિતાની માની ચિઠ્ઠી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ સાથે જોડાયેલ બધા કેસ દિલ્લી ટ્રાન્સફર કરવાનો આદેશ હતો. કોર્ટે 45 દિવસોમાં ટ્રાયલ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે કોર્ટે પીડિતાની હાલત વિશે માહિતી લીધી હતી અને કહ્યુ હતુ કે જો તે આ સ્થિતિમાં છે કે તેને શિફ્ટ કરવામાં આવે તો દિલ્લી એરલિફ્ટ કરવામાં આવશે. જો કે ત્યારબાદ પીડિતાના પરિવાર તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે તેનો ઈલાજ લખનઉમાં જ કરાવવામાં આવે. આ કેસ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

English summary
unnao rape victim health condition who is admitted in kgmu lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X