યુપી, બિહાર કે ગુજરાત : નરેન્દ્ર મોદી માટે કોણ લાવશે તાજ?
લોકસભા ચૂંટણી 2014ને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચામાં છે. પ્રાદેશિત સ્તરેથી રાષ્ટ્રીય સ્તરે જઇ રહેલા નરેન્દ્ર મોદીનો માર્ગ કઠિન છે. આ સ્થિતિમાં તેમના માટે નાનામાં નાનો નિર્ણય મહત્વનો છે ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે કઇ બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે પણ મહત્વનું છે.

મોદી માટે બેઠકની પસંદગી કેમ મહત્વની?
વર્તમાન સમયમાં થઇ રહેલી ચર્ચાઓ અનુસાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, બિહારના નાલંદા અને ગુજરાતની કોઇ એક બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે એમ માનવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઇને તેમને ત્રણે રાજ્યોની બેઠક પરથી વિજય મળશે એ નિશ્ચિત છે. જો કે આ ત્રણે રાજ્યોમાંથી કઇ બેઠક તેમને રાષ્ટ્રીય સ્તરે વધારે સ્વીકૃતી અને તેમના પક્ષ ભાજપ માટે વધારે બેઠકો લાવી આપશે એ મુદ્દો સૌથી અગત્યનો અને દેશભરમાં ચર્ચિત બન્યો છે.

પક્ષ માટેનો ફાયદો અગ્રક્રમે રખાશે
નરેન્દ્ર મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે ભાજપ દ્વાર સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. પક્ષના કાર્યકર્તાઓ અને તેમના ચાહકો તેમને પોતાના મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને જીતવા માટે આગ્રહ કરી રહ્યા છે. આવા સમયે ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં શું સાકારાત્મક બાબત અને શું નકારાત્મક બાબત હશે તે જોઇએ.

ગુજરાત?
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ સ્થાપિત અને સાબિત થયેલું જ છે. આથી જ્યારે રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાનું છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સ્વીકાર્યતા અને લોકપ્રિયતા છે તે સાબિત કરવા તેમણે ગુજરાત બહાર ચૂંટણી લડવી પડે એમ છે. આ સાથે ગુજરાતમાંથી ચૂંટણી લડે તો તેઓ એક સીટ પૂરતાં સીમિત જ કહેવાશે.

બિહાર?
નરેન્દ્ર મોદી માટે બિહારની નાલંદા બેઠકનો પણ વિકલ્પ છે. તેમને બિહારમાં પણ ફાયદો થશે. અહીં તેમને નીતિશ કુમાર અને એનડીએની પૂર્વ સહયોગી પાર્ટી જેડીયુનો મોટો પડકાર ઝીલવો પડી શકે છે. આ ઉપરાંત બિહારમાં નરેન્દ્ર મોદી અત્યંત લોકપ્રિય બની ચૂક્યા છે. ત્યાં તેમને વધારે બેઠકો જીતવામાં મદદ મળી શકે એમ છે. જો કે તેનાથી પણ રાષ્ટ્રીય સ્તરે તેમની સ્વીકાર્યતા ઉત્તર પ્રદેશની વધે એમ છે.

ઉત્તર પ્રદેશ?
ઉત્તર પ્રદેશની બેઠક નરેન્દ્ર મોદી માટે મહત્વની ગણાશે. કારણ કે આ દેશનું સૌથી મોટું રાજ્ય છે. આ કારણે લોકસભામાં તેની બેઠકો પણ વધારે છે. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની સવર્ણ, દલિત, મુસ્લિમ દરેક પ્રકારની વસતીમાં સ્વીકાર્ય છે કે નહીં તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આ માટે અહીં તેમના ખાસ ગણાતા અમિત શાહને રાજ્યના પ્રભારી બનાવી મોકલવામાં આવ્યા છે. અહીં મોદીના પ્રભાવથી પાર્ટીને મહત્તમ બેઠકો પરથી જીત મળશે તો લોકસભા ચૂંટણી બાદ દિલ્હીની સરકાર બનાવવામાં વધારે મદદ મળશે.
બેઠકની પસંદગી મહત્વની
વર્તમાન સમયમાં થઇ રહેલી ચર્ચાઓ અનુસાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, બિહારના નાલંદા અને ગુજરાતની કોઇ એક બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે એમ માનવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઇને તેમને ત્રણે રાજ્યોની બેઠક પરથી વિજય મળશે એ નિશ્ચિત છે. જો કે આ ત્રણે રાજ્યોમાંથી કઇ બેઠક તેમને રાષ્ટ્રીય સ્તરે વધારે સ્વીકૃતી અને તેમના પક્ષ ભાજપ માટે વધારે બેઠકો લાવી આપશે એ મુદ્દો સૌથી અગત્યનો અને દેશભરમાં ચર્ચિત બન્યો છે.
પક્ષ માટેનો ફાયદો અગ્રક્રમે રખાશે
નરેન્દ્ર મોદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તે અંગે ભાજપ દ્વાર સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. પક્ષના કાર્યકર્તાઓ અને તેમના ચાહકો તેમને પોતાના મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને જીતવા માટે આગ્રહ કરી રહ્યા છે. આવા સમયે ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં શું સાકારાત્મક બાબત અને શું નકારાત્મક બાબત હશે તે જોઇએ.
ગુજરાત
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ સ્થાપિત અને સાબિત થયેલું જ છે. આથી જ્યારે રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાનું છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની સ્વીકાર્યતા અને લોકપ્રિયતા છે તે સાબિત કરવા તેમણે ગુજરાત બહાર ચૂંટણી લડવી પડે એમ છે. આ સાથે ગુજરાતમાંથી ચૂંટણી લડે તો તેઓ એક સીટ પૂરતાં સીમિત જ કહેવાશે.
બિહાર
નરેન્દ્ર મોદી માટે બિહારની નાલંદા બેઠકનો પણ વિકલ્પ છે. તેમને બિહારમાં પણ ફાયદો થશે. અહીં તેમને નીતિશ કુમાર અને એનડીએની પૂર્વ સહયોગી પાર્ટી જેડીયુનો મોટો પડકાર ઝીલવો પડી શકે છે. આ ઉપરાંત બિહારમાં નરેન્દ્ર મોદી અત્યંત લોકપ્રિય બની ચૂક્યા છે. ત્યાં તેમને વધારે બેઠકો જીતવામાં મદદ મળી શકે એમ છે. જો કે તેનાથી પણ રાષ્ટ્રીય સ્તરે તેમની સ્વીકાર્યતા ઉત્તર પ્રદેશની વધે એમ છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની બેઠક નરેન્દ્ર મોદી માટે મહત્વની ગણાશે. કારણ કે આ દેશનું સૌથી મોટું રાજ્ય છે. આ કારણે લોકસભામાં તેની બેઠકો પણ વધારે છે. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની સવર્ણ, દલિત, મુસ્લિમ દરેક પ્રકારની વસતીમાં સ્વીકાર્ય છે કે નહીં તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. આ માટે અહીં તેમના ખાસ ગણાતા અમિત શાહને રાજ્યના પ્રભારી બનાવી મોકલવામાં આવ્યા છે. અહીં મોદીના પ્રભાવથી પાર્ટીને મહત્તમ બેઠકો પરથી જીત મળશે તો લોકસભા ચૂંટણી બાદ દિલ્હીની સરકાર બનાવવામાં વધારે મદદ મળશે. એક સર્વેક્ષણ અનુસાર ભાજપને અહીં 25 બેઠકો મળી શકે છે.

Click it and Unblock the Notifications