Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP Budget 2023 : સામાન્ય ચૂંટણી પહેલા યોગી સરકારનો માસ્ટર સ્ટ્રોક, બજેટમાં ખેડૂતો માટે કરી આ જોગવાઇ, આપી રાહત

UP Budget 2023 : સુરેશ ખન્નાએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં ખાનગી ટ્યુબવેલ ગ્રાહકોના વીજ બિલ પર 50 ટાકની છૂટ આપવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2023-2024માં આને વધારીને 100 ટકા કરવામાં આવ્યો છે.

UP Budget 2023 : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે બુધવારના રોજ વર્ષ 2023-24નું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે પોતાના ચૂંટણી વચનો પર ફોક્સ કર્યું છે.

સરકાર એક વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા વચનને પૂરા કરી રહી છે. જે અંતર્ગત યોગી આદિત્યનાથ સરકારે મંગળવારના રોજ વાર્ષિક બજેટ 2023-24માં 1500 કરોડ રૂપિયાની જોગવાઇ કરીને ખેડૂતોને મફત વીજળી આપવાનો માર્ગ મોકળો કર્યો છે. જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીની સરકારને આગામી વર્ષે યોજાનારા લોકસભાની ચૂંટણીમાં મળશે.

Uttar pradesh budget 2023

જો અધિકારીઓનું માનીએ તો, આ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL)ને રોકડ સબસિડીના સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે તેને રાજ્યમાં ખેડૂતોની માલિકીના લગભગ 14 લાખ ખાનગી ટ્યુબવેલને મફત વીજળી પૂરી પાડવા સક્ષમ બનાવશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, યોગી સરકારે જાન્યુઆરી 2022માં ખેડૂતોના બિલમાં 50 ટકા ઘટાડો કરવાનો આદેશ જાહેર કર્યો હતો, અને તેના પછી બીજેપીના સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરા) દ્વારા જે વીજળી જોડાણો સાથે તેમના ટ્યુબવેલ ચલાવે છે, તેવા ખેડૂતોને મફત વીજળી પૂરી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નાણામંત્રી સુરેશ ખન્નાએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે,

ગત નાણાકીય વર્ષમાં ખાનગી ટ્યુબવેલ ગ્રાહકોના વીજ બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. લોક કલ્યાણ સંકલ્પ પત્રની જાહેરાત અનુસાર નાણાકીય વર્ષ 2023-2024માં આને વધારીને 100 ટકા કરવામાં આવ્યો છે, જેના માટે 1,500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

1500 કરોડની જોગવાઈ પૂરતી હશે?

મંત્રી અને ઉર્જા વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ખેડૂતોને "મફત વીજળી" કહેવાનું ટાળ્યું હતું. એ પણ સ્પષ્ટ નથી કે, 2023-24 દરમિયાન 14 લાખ ખેડૂતોને મફત વીજળી આપવા માટે રૂપિયા 1,500 કરોડની જોગવાઈ પૂરતી હશે કે કેમ. ગયા વર્ષે UPPCLએ એક વર્ષ માટે ખેડૂતોના ટ્યુબવેલને મફત વીજળી આપવાને કારણે આવકની ખોટની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર પાસેથી સબસિડી તરીકે રૂપિયા 2,000 કરોડની માંગણી કરી હોવાનું માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં 14 લાખ ખાનગી ટ્યુબવેલ છે, 12 લાખ મીટર વગરના છે

રાજ્યમાં 14 લાખ ખાનગી ટ્યુબવેલમાંથી લગભગ 12 લાખ મીટર વગરના છે. 2023-24 દરમિયાન તમામ કૃષિ ખાનગી ટ્યુબવેલમાંથી લગભગ 16,500 MU વીજળીનો વપરાશ થવાની ધારણા છે. જો સૂત્રોનું માનીએ તો, મીટર વગરના ટ્યુબવેલના કિસ્સામાં ટ્યુબવેલનું સરેરાશ બિલિંગ માત્ર રૂપિયા 1.22 પ્રતિ યુનિટ છે અને મીટર વગરના કિસ્સામાં રૂપિયા 2.54 પ્રતિ યુનિટ છે, જ્યારે ઉત્પાદનની સરેરાશ કિંમત રૂપિયા 7.54 પ્રતિ યુનિટ છે.

14 લાખ ટ્યુબવેલમાંથી 75 લાખ કિલોવોટ વીજળીનો વપરાશ

સરેરાશ આવકની પ્રાપ્તિ અને પુરવઠાની સરેરાશ કિંમત વચ્ચેનો તફાવત મીટર વગરના ટ્યુબવેલના કિસ્સામાં પ્રતિ યુનિટ રૂપિયા 6.32 અને મીટરવાળાના કિસ્સામાં રૂપિયા 5 પ્રતિ યુનિટ હશે. યુપીપીસીએલ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા લગભગ 14 લાખ ખાનગી ટ્યુબવેલનો કુલ કનેક્ટેડ લોડ લગભગ 75 લાખ કેડબલ્યુ છે, જે રાજ્યના કુલ વીજળીના ભારના 12 ટકા કરતા વધુ છે.

રાજ્ય ગ્રાહક પરિષદે સરકારની પહેલને આવકારી છે

દર વર્ષે કૃષિ ટ્યુબવેલની સંખ્યા વધી રહી છે. રાજ્ય સરકારની જોગવાઈને આવકારતા ઉત્તર પ્રદેશ રાજ્ય વીજળી ગ્રાહક પરિષદના પ્રમુખ અવધેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ હવે ખેડૂતોને મફત વીજળી પૂરી પાડતું દેશનું છઠ્ઠું રાજ્ય બન્યું છે. અમે આ પગલાને આવકારીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે, તે સ્થાનિક ગ્રાહકોને પણ થોડી રાહત આપે.

ખેડૂતોને રખડતા પશુઓથી રાહત મળશે

બીજી તરફ રખડતા પશુઓથી પરેશાન ખેડૂતોને પણ રાહત મળશે. આ માટે સરકારે બજેટમાં અલગથી વ્યવસ્થા કરી છે. રખડતા પશુઓની સમસ્યા પણ વિપક્ષે અનેકવાર ઉઠાવી છે. આને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે બુધવારના રોજ તેના 2023-24ના બજેટમાં રખડતા પ્રાણીઓની જાળવણી માટે 750 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે મોટા ગાય સંરક્ષણ કેન્દ્રો સ્થાપવા માટે અન્ય રૂપિયા 120 કરોડની ફાળવણી પણ કરી છે.

નાણાપ્રધાન સુરેશ કુમાર ખન્નાએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે,

રાજ્યના તમામ જિલ્લાઓમાં 187 સૂચિત મોટા ગાય સંરક્ષણ કેન્દ્રોમાંથી, 171 કેન્દ્રોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બુંદેલખંડના તમામ જિલ્લાઓમાં પાંચ-પાંચ ગાય સંરક્ષણ કેન્દ્રો કાર્યરત છે.

6 હજાર ગાય સંરક્ષણ કેન્દ્રોમાં 19 લાખ રખડતા ઢોર

વાસ્તવમાં રાજ્યમાં 6,000 થી વધુ ગાય સંરક્ષણ કેન્દ્રોમાં લગભગ 10 લાખ રખડતા ઢોર રહે છે, સરકાર તેમની જાળવણી માટે દર મહિને ગાય દીઠ રૂપિયા 900 ખર્ચે છે. અન્ય 1.50 લાખ રખડતી ગાયોને લોકોએ દત્તક લીધી છે. આશરે 1.50 લાખ રખડતા ઢોર હજૂ પણ રખડતા હોવાનું માનવામાં આવે છે અને સરકારે તેમને પકડીને સંરક્ષણ કેન્દ્રોમાં રાખવા માટે ઝુંબેશ શરૂ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X