UP: ગોરખપુરમાં સીએમ યોગીએ લગાવ્યો જનતા દરબાર, ફરિયાદીઓને કહ્યુ - હું છું ને, દરેક સમસ્યાનુ થશે સમાધાન

Gorakhpur News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરક્ષપીઠના પીઠાધીશ્વર રવિવારે ગોરખનાથ મંદિરના દિગ્વિજયનાથ સ્મૃતિ ભવન સામે આવ્યા હતા. જનતા દરબારમાં સીએમ યોગીએ સેંકડો ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીએ દરેકની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. સવારથી ફરિયાદીઓ મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મુખ્યમંત્રીએ એક પછી એક ત્રણસોથી વધુ ફરિયાદીઓની ફરિયાદો સાંભળી.

Yogi Adityanath

આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. તમામ ફરિયાદીઓની સમસ્યાઓ સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.

અધિકારીઓને નિર્દેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ ફરિયાદીઓની દરેક સમસ્યાને ગંભીરતાથી લેવી. આ સાથે જ તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો. જનતાની મોટાભાગની બાબતોનું નિરાકરણ સ્થાનિક સ્તરે કરી દેવુ. તેમણે અહીં આવવાની જરૂર પણ નથી. સામાન્ય માણસના પ્રશ્નોનું નિરાકરણ એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે કોઈ ફરિયાદીએ ગભરાવાની જરૂર નથી.

સીએમ યોગીએ કહ્યું કે ગુનાખોરીને ડામવા માટે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને જમીન માફિયાઓ પર જેઓ બીજાની જમીન પર કબજો કરવાનું વિચારી રહ્યા છે. કોઈપણ રીતે, સામાન્ય માણસને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ માટે ખાસ ધ્યાન આપવાનુ છે. પૈસાના અભાવે કોઈપણ દર્દીની સારવાર બંધ નહીં થાય. જેઓ જરૂરિયાતમંદ છે, પ્રશાસને તેમનો અંદાજ તૈયાર કરીને જલ્દી ઉપલબ્ધ કરાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X