યુપીઃ બાળ અધિકાર સંરક્ષણ આયોગની પીએમ મોદીને નોટિસ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે ત્રણ દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એક રેલી સંબોધિત કરતાં કહ્યું હતું કે, ગુજરાત મારી જન્મભૂમિ છે, પણ યુપી એ મને દત્તક લીધો છે. આ એક વાક્ય નરેન્દ્ર મોદી માટે હવે મુસીબત ઊભી કરી રહ્યું છે. વિપક્ષી દળો તો પહેલેથી જ પીએમ મોદીના આ નિવેદન પર તેમની હાંસી ઉડાવી રહ્યાં છે. હવે આ અંગે ઉત્તર પ્રદેશ રાજ્ય બાળ સંરક્ષણ આયોગે પણ પીએમ મોદીને નોટિસ ફટકારી છે. આયોગે મોદીને સાત દિવસનો સમય આપ્યો છે અને તેમને યુપીમાં તેમને કોણે દત્તક લીધા છે એ અંગે જાણકારી આપવાનું કહ્યું છે.

narendra modi

અહીં વાંચો - પાકિસ્તાનમાં પસાર થયું હિંદુ મેરેજ બિલ 2017, જાણો આ બિલ વિષે

પીએમ મોદીના આ નિવેદનના અનુસંધાનમાં આયોગે એમ પણ કહ્યું છે કે, જો તેઓ આ પ્રશ્નનો જવાબ ન આપી શકે, તો તેમણે ઉત્તર પ્રદેશના લોકોની માફી માંગવાની રહેશે. મોદીના આ નિવેદનને બાળ અધિકાર સંબંધી કાયદાનું ઉલ્લંઘન ગણાવતા આયોગના સભ્ય નાહિદ લારીએ વડાપ્રધાનને નોટિસ મોકલી છે. તેમણે કહ્યું કે, તમે(નરેન્દ્ર મોદીએ) સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બાળ સંરક્ષણ કાયદાની સંવેદનશીલતાને ઠેસ પહોંચાડી છે.

English summary
UP Commission for Child Rights gives notice to PM Modi.
Please Wait while comments are loading...