યુપી ચૂંટણી 2017: 5મા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 27% મતદાન
પાંચમા તબક્કામાં 12 જિલ્લાઓની 51 સીટો માટે વોટિંગ થઇ રહી છે. બલરામપુર, ગોંડા, ફૈઝાબાદ, આંબેડકરનગર, બહરાઇચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, બસ્તી, સંતકબીર નગર, અમેઠી, સુલ્તાનપુર.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ના પાંચમા તબક્કામાં આજે 11 જિલ્લાની 51 સીટો માટે મતદાન થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશના જે જિલ્લાઓમાં આજે મતદાન થઇ રહ્યું છે, તે છે બલરામપુર, ગોંડા, ફૈઝાબાદ, આંબેડકરનગર, બહરાઇચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, બસ્તી, સંતકબીર નગર, અમેઠી, સુલ્તાનપુર.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી ટી.વેન્કટેશ એ જણાવ્યું કે, પાંચમા તબક્કાના મતદાનમાં કુલ 608 ઉમેદવારો મેદાનમાં છે. અમેઠીમાંથી સૌથી વધુ 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે કપિલવસ્તુમાં સૌથી ઓછા માત્ર 6 ઉમેદવારો મેદાનમાં છે. ઇટાવા અને સિદ્ધાર્થ નગરમાંથી પણ છ-છ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
સવારે 11 વાગ્યા સુધીમાં 27 ટકા મતદાન થયું છે. વિવિધ જિલ્લાઓમાં સવારે 11 વાગ્યા સુધીમાં મતદાનના આ આંકડા નોંધાયા છે.
અમેઠી - 28 ટકા
શ્રાવસ્તી - 26.54 ટકા
બસ્તી - 26.01 ટકા
સંતકબીર - 25.2 ટકા
ગોંડા - 22 ટકા
બહરાઇચ - 26.67 ટકા
ફૈઝાબાદ - 27.03 ટકા
સિદ્ધાર્થ નગર - 24 ટકા
સુલ્તાનપુર - 26 ટકા
બલરામપુર - 24.75 ટકા
આંબેડકરનગર - 25.9 ટકા












Click it and Unblock the Notifications
