યુપી વિધાનસભા ચૂંટણી 2017: ત્રીજા તબક્કામાં સરેરાશ 61.16% મતદાન

Written By:
Subscribe to Oneindia News

આજે રવિવારના રોજ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. આજે 12 જિલ્લાઓની 69 સીટો માટે મતદાન કરવામાં આવ્યું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, સાંજે 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહી હતી. આજે જે સ્થળોએ મતદાન થયું છે, તે સમાજવાદી પાર્ટી ના ગઢ મનાય છે. ઉત્તર પ્રદેશ ચૂંટણી ના ત્રીજા તબક્કામાં સરેરાશ 61.16 ટકા મતદાન થયું છે.

akhilesh yadav

આજે કન્નૌજ, મેનપુરી, ઇટાવા, ઔરૈયા, લખનઉ, બારાબંકી, કાનપુર દેહાત, કાનપુર, ફર્રખાબાદ, હરદોઇ, સીતાપુર અને ઉન્નાવ જિલ્લાઓમાં મતદાન થયું હતું. મતદાનના આ ત્રીજા તબક્કા માટે 4609 માઇક્રો ઓબ્ઝર્વર, 837 કેન્દ્રિય બલ, 9119 પોલીસ દળ સેવામાં હાજર હતા. આ સિવાય 3357 એસઆઇ અને 58,025 હોમ ગાર્ડ, 1707 સેક્ટર મેજિસ્ટ્રેટ અને 200 ઝોનલ મેજિસ્ટ્રેટ ફરજ પર હાજર રહ્યાં હતા.

આજે સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ, યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના મતદાનના હકનો ઉપયોગ કર્યો અને દાવો કર્યો કે યુપીમાં ફરીથી પૂર્ણ બહુમત સાથે સપા સરકાર બનશે. મુલાયમે પોતાના પરિવાર સાથે સૈફઇમાં મતદાન કર્યું હતું.

અહીં વાંચો - યુપી વિધાનસભા ચૂંટણી 2017: બીજા ચરણમાં 11 ટકા મતદાન

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 53 ટકા મતદાન થયું હોવાના સમાચાર મળ્યા હતા. મતદાન શરૂ થયાના શરૂઆતના તબક્કામાં જ બસપા સુપ્રીમોએ લખનઉમાં પોતાના મતાધિકારનો ઉપયોદ કરી મતદાન કર્યું હતું. તેમણે પોતાની પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે પણ લખનઉમાં મતદાન કર્યું હતું અને પોતાની પાર્ટીની જીતનો દાવો કર્યો હતો.

English summary
up election 2017 polling for third phase assembly election in 69 seats.
Please Wait while comments are loading...