UP Election 2022: મુનવ્વર રાણા ન આપી શક્યા મત, કહ્યુ - ગરમી સ્ટોર કરી રહ્યો છુ

શાયર મુનવ્વર રાણાએ દાવો કર્યો છે કે તેમનુ નામ આ વખતે મતદાન યાદીમાં છે જ નહિ.

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનુ મતદાન બુધવારે ચાલી રહ્યુ છે. આ દરમિયાન શાયર મુનવ્વર રાણાએ દાવો કર્યો છે કે તેમનુ નામ આ વખતે મતદાન યાદીમાં છે જ નહિ. મતદાર યાદીમાં નામ ન હોવાના કારણે મુનવ્વર રાણા પોતાના ઘરે જ બેસી રહ્યા. આ દરમિયાન એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મુનવ્વર રાણાએ જણાવ્યુ કે, 'યોગીજીએ કહ્યુ છે કે ગરમી કાઢી નાખીશ એટલે હું ગરમી સ્ટોર કરી રહ્યો છુ.'

Munawwar Rana

મુનવ્વર રાણાએ દાવો કર્યો છે કે પહેલી વાર એવુ થયુ છે જ્યારે તેમનો મત નથી. તેમને આ વાતનો અફસોસ છે. તેમણે કહ્યુ કે મતના અધિકારના ભરોસે જીવતા હતા. અમારી વિદાય સરકારે પહેલા જ નક્કી કરી દીધી. મુનવ્વર રાણાએ થોડા દિવસ અગાઉ કહ્યુ હતુ કે યોગી આદિત્યનાથ ફરીથી જીતીને સરકાર બનાવશે તો તે યુપી છોડી દેશે. તેમણે કહ્યુ હતુ કે પોતાની માટીને છોડવી દુઃખની વાત તો છે પરંતુ જ્યારે ચકલીનો માળો જોખમમાં હોય ત્યારે તે પણ પોતાનો આશિયાનો છોડી દે છે. સાથે જ તેમણે કહ્યુ કે તે દિલ્લી કે કોલકત્તા જતા રહેશે.

તમને જણાવી દઈએ કે યુપીમાં ચોથા તબક્કા માટે બપોરે 11 વાગ્યા સુધી 22.62 ટકા મતદાન થઈ ચૂક્યુ છે. 9 જિલ્લાની 59 સીટો પર થઈ રહેલા મતદાનમાં ઘણા નેતાઓનુ નસીબ ઈવીએમમાં કેદ થઈ જશે. આ તબક્કામાં લખનઉ, ઉન્નાવ, સીતાપુર, હરદોઈ, રાયબરેલી, ફતેહપુર, બાંદા, પીલીભીત અને લખીમપુરની 59 સીટો પર મતદાન ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X