કાશીમાં પીએમ મોદીનો વિપક્ષ પર વાર, બોલ્યા - ગાય અમુક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે માતા છે

કાશી વિશ્વનાથ ધામ કૉરિડોરના ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં છે.

વારાણસીઃ કાશી વિશ્વનાથ ધામ કૉરિડોરના ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં છે. અહીં તેમણે બનારસ ડેરી સંકુલની પ્રદર્શનનુ નિરીક્ષણ કર્યુ. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 870 કરોડ રૂપિયાથી વધુ કિંમતવાળી 22 વિકાસ પરિયોજનાઓનુ ઉદઘાટન કર્યુ અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે જનસભાને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યુ કે આજે કાશી અને આસપાસનો આ આખો વિસ્તાર, એક વાર ફરીથી આખા દેશ તેમજ યુપીના ગામો, ખેડૂતો અને પશુપાલકો માટે ખૂબ મોટા કાર્યક્રમથી ખાસ બનાવ્યો છે.

pm modi

તમને જણાવી દઈએ કે પીએમ મોદીનો 10 દિવસમાં યુપીનો આ બીજો પ્રવાસ છે. તે અહીં લગભગ અઢી કલાક વીતાવશે. પીએમે વિપક્ષ પર હુમલો કરીને કહ્યુ કે દેશ ખેડૂત દિવસ મનાવી રહ્યો છે. આપણે ત્યાં ગાય તેમજ ગોબરની વાત કરવી, અમુક લોકોએ એવી સ્થિતિ પેદા કરી દીધી છે જાણે ગુનો કરી દીધો હોય. આપણા માટે ગાય માતા છે. આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ છે. તેમની સ્મૃતિમાં આજે ખેડૂત દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આપણે ત્યાં ગાયની વાત કરવી, ગોવર્ધનની વાત કરવી અમુક લોકોએ ગુનો બનાવી દીધો છે. ગાય અમુક લોકો માટે ગુનો હોઈ શકે છે, આપણા માટે ગાય, માતા છે, પૂજનીય છે.

તેમણે કહ્યુ કે ગાય-ભેંસની મજાક ઉડાવનાર લોકો એ ભૂલી જાય છે કે દેશના 8 કરોડ પરિવારોની આજીવિકા આવા જ પશુધનથી ચાલે છે. ભારતના ડેરી સેક્ટરને મજબૂત કરવુ એ જ અમારી સરકારની પ્રાથમિકતાઓમાંનુ એક છે. આજે અહીં 'બનાસ કાશી સંકુલ'નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની આ ભાષા પણ તેમના સિલેબસની બહાર છે. તેમના સિલેબસમાં છે માફિયાવાદ, પરિવારવાદ અને ઘર તેમજ જમીન પર ગેરકાયદે કબ્જો.' પીએમે કહ્યુ કે ગઈ સરકારોમાં યુપીને જે મળ્યુ અને આજે યુપીના લોકોને ભાજપ સરકારપાસેથી જે મળી રહ્યુ છે તેનો ફરક સ્પષ્ટ છે. અમે યુપીમાં વારસો અને યુપીનો વિકાસ પણ ભાજપ કરી રહ્યા છે. કાશી અને યુપીના વિકાસમાં ડબલ એન્જિન સરકારની ડબલ એન્જિન શક્તિની વાત કરુ છુ તો અમુક લોકોને કષ્ટ થઈ જાય છે. એ લોકો યુપીને માત્ર જાતિ, ધર્મ અને પંથના ચશ્માથી જ જુએ છે.

વળી, સીએમે કહ્યુ કે છેલ્લા 10 દિવસથી કાશીમાં શ્રદ્ધાળુઓનો સૈલાબ ઉમટી રહ્યો છે. કાશીની સંસ્કૃતિ ઓળખને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનુ શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ છે. આના માટે તેમને યુપી અને મારા તરફથી આભાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X