UP Election Result 2022: 10 વાગ્યા સુધીની ગણતરીમાં યુપીમાં કોણ આગળ, જાણો

રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે મતોની ગણતરી ચાલુ છે.

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં છેવટે એ ઘડી આવી ગઈ છે જેની યુપીની જનતા અને નેતાઓ સાથે-સાથે આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ એક્ઝીટ પોલની હલચલ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટો માટે મતોની ગણતરી ચાલુ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ અને શરુઆતમાં પોસ્ટ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સીટોના વલણ આવવા શરુ થશે. મતગણતરીને લઈને ચૂંટણી પંચ તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં અમે તમને યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલ દરેક કલાકની અપડેટ આપીશુ.

UP

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સવારે 10 વાગ્યા સુધી મતગણતરી બાદ શરુઆતના વલણોમાં ભાજપે યુપીમાં એક વાર ફરીથી પ્રચંડ બહુમત મેળવી લીધો છે. વલણોની માનીએ તો યુપીમાં ભાજપ 223 સીટો પર આગળ છે. વળી, સપા ગઠબંધને 90 સીટો પર આગળ છે. કોંગ્રેસ 6, બસપા 4 અને અન્ય ચાર સીટો પર આગળ છે.

એક્ઝીટ પોલમાં યુપીમાં કોની સરકાર?

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કા હેઠળ વિધાનસભા ચૂંટણી થઈ હતી જેમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કા અને 7 માર્ચે છેલ્લા તહબક્કાનુ મતદાન થયુ. 7 માર્ચની સાંજે જાહેર થયેલ એક્ઝીટ પોલના પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુપીમાં એક વાર ફરીથી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે. વળી, સપાના પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિપક્ષ નેતાઓએ એક્ઝીટ પોલના પરિણામોને નકારીને સ્પષ્ટ રીતે કહ્યુ છે કે યુપીની જનતાએ આ વખતે ફેરફાર માટે વોટ આપ્યા છે અને રાજ્યમાંથી ભાજપની વિદાય નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X