For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP election result 2022: પ્રિયંકા ગાંધીની રણનીતિ થઈ ફેલ, રાજ્યમાં 5માં સ્થાને પહોંચ્યુ કોંગ્રેસ

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો યુપીમાં કોંગ્રેસ ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી ખરાબ સાબિત થઈ છે. કોગ્રેસે જ્યાં પંજાબમાં પોતાની સત્તા ગુમાવી દીધી છે ત્યાં કોંગ્રેસ ગોવા અને ઉત્તરાખંડમાં પણ સત્તામાં વાપસી કરવામાં નિષ્ફળ રહી છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો યુપીમાં કોંગ્રેસ ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસ સાત સીટો પર જીત મેળવવામાં સફળ રહી હતી પરંતુ આ વખતે તેનુ પ્રદર્શન વધુ નબળુ થઈ ગયુ છે. વર્તમાન વલણ મુજબ કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે.

priyanka gandhi

વર્તમાન આંકડાઓ મુજબ કોંગ્રેસ રાજ્યમાં પાંચમાં સ્થાને પહોંચી ગયુ છે. આ વખતે રાજ્યમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણીની કમાન સંભાળી હતી. ત્યારબાદ માનવામાં આવી રહ્યુ હતુ કે તે પાર્ટીને રાજ્યમાં પુનર્જીવિત કરી શકે છે. ત્યારબાદ પ્રિયંકાએ યુપીમાં મહિલા વોટરોને લુભાવવા માટે લડકી હું લડ સકતી હું કેમ્પેઈન શરુ કર્યુ હતુ. માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટીનો આ ચૂંટણીમાં જનાધાર વધી શકે છે.

પરંતુ સામે આવી રહેલા લેટેસ્ટ પરિણામોથી લાગી રહ્યુ છે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પોતાને બેઠી કરવામાં નિષ્ફળ રહી છે. વળી, પ્રિયંકા ગાંધીની રણનીતિ પણ પાર્ટીને રાજ્યમાં કોઈ ખાસ ફાયદો અપાવવામાં સફળ થઈ શકી નથી. ઘણા લોકોનુ માનવુ છે કે જો કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને યુપીના સીએમ ઉમેદવાર બનાવી દીધા હોત તો પરિણામ સારા હોત. પરંતુ હવે તો પરિણામ સામે છે.

આ આખા ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં 200થી વધુ રેલીઓ કરી. તેમણે અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથને પણ પાછળ છોડી દીધા. ભલે કોંગ્રેસ યુપીમાં કંઈ ના કરી શકી પરંતુ પ્રિયંકાએ કોંગ્રેસને જૂની ઓળખ સાથે જોડવાની કોશિશ કરી છે. દલિતો અને સવર્ણોને પાર્ટી સથે જોડવાની તેમની કોશિશ જમીની ધરાતલ પર દેખાઈ. લખીમપુર ખીરી કાંડ અને આગ્રામાં દલિતની હત્યા બાદ તેમના તેવરોએ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ ભરવામાં સફળતા મેળવી. જો કે, ત્યારબાદ પણ તે દલિત વોટ મેળવવામાં નિષ્ફળ રહ્યા.

English summary
UP election result 2022: Priyanka Gandhi's strategy failed, Congress reached 5th position in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X