For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP Election: યુપીમાં ફરી યોગી સરકાર આવી શકે છે, સપાને 100 બેઠક મળી શકે!

વર્ષ 2022 ની શરૂઆતમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ખૂબ મહત્વની છે, કારણ કે તેમાં તે રાજ્યનો પણ સમાવેશ થાય છે જે દેશની મહત્તમ 80 લોકસભા બેઠકો ધરાવે છે.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2022 ની શરૂઆતમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ખૂબ મહત્વની છે, કારણ કે તેમાં તે રાજ્યનો પણ સમાવેશ થાય છે જે દેશની મહત્તમ 80 લોકસભા બેઠકો ધરાવે છે. જો ભાજપ 2024 માં કેન્દ્રમાં ફરી સત્તા પર આવવા માંગે છે તો તેને યુપી વિધાનસભા ચૂંટણી જીતવી પડશે. આ સિવાય ઉત્તરાખંડ, પંજાબ સાથે ગોવા અને મણિપુરમાં પણ ચૂંટણી યોજાવાની છે.

યુપીમાં કોને કેટલી સીટ મળી શકે?

યુપીમાં કોને કેટલી સીટ મળી શકે?

ઉત્તરપ્રદેશમાં ભાજપને 259 થી 267 બેઠક, સમાજવાદી પાર્ટીને 109-117 બેઠક, બસપાને 12-16 બેઠક, કોંગ્રેસને 3-7 બેઠક અને અન્યને 6-10 બેઠકો મળી શકે છે. ઉત્તરપ્રદેશમાં લોકો કયા મુદ્દે મત આપશે તેના જવાબમાં 3 ટકાએ ભ્રષ્ટાચાર, 39 ટકાએ બેરોજગારી, 26 ટકાએ ફુગાવો, 19 ટકાએ ખેડૂત, 10 ટકાએ કોરોના અને 3 ટકાએ અન્ય મુદ્દા કહ્યાં છે.

એબીપી ન્યૂઝ સી વોટર સર્વેમાં જાણવા મળ્યું છે કે, ભાજપ ગઠબંધનને 42 ટકા, સમાજવાદી પાર્ટી ગઠબંધનને 30 ટકા, બહુજન સમાજ પાર્ટીને 16 ટકા, કોંગ્રેસને 5 ટકા અને અન્યને 7 ટકા વોટ શેર મળી શકે છે. સર્વે દરમિયાન 45 ટકા લોકોએ કહ્યું કે તેઓ યુપીમાં યોગી સરકારના કામથી સંતુષ્ટ છે. 20 ટકા લોકોએ કહ્યું કે તે ઓછા સંતુષ્ટ છે, 34 ટકાએ કહ્યું કે તે અસંતુષ્ટ છે. જ્યારે એક ટકા લોકોએ કહ્યું કે તેઓ કંઈ કહી શકતા નથી.

ઉત્તરાખંડમાં કોને કેટલી બેઠક મળશે?

ઉત્તરાખંડમાં કોને કેટલી બેઠક મળશે?

ઉત્તરાખંડમાં સર્વે મુજબ ભાજપને 44 થી 48 બેઠકો, કોંગ્રેસને 19 થી 23 બેઠકો, આમ આદમી પાર્ટીને 0 થી 4 બેઠકો અને અન્યને 0 થી 2 બેઠકો મળવાની ધારણા છે. આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોને કેટલા ટકા વોટ મળી શકે છે? એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપને 43 ટકા, કોંગ્રેસને 23 ટકા, આમ આદમી પાર્ટીને 6 ટકા અને અન્યને 4 ટકા મત મળી શકે છે.

પંજાબમાં કોના ખાતામાં કેટલા મત આવી શકે છે?

પંજાબમાં કોના ખાતામાં કેટલા મત આવી શકે છે?

એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર, પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં 28.8 ટકા, શિરોમણી અકાલી દળને 21.8 ટકા, આમ આદમી પાર્ટીને 35.1 ટકા, ભાજપને 7.3 ટકા અને અન્યને 7 ટકા મત મળવાની સંભાનના છે. આવો. એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર, પંજાબમાં 18 ટકા લોકો ઈચ્છે છે કે કેપ્ટન અમરિંદર સિંહ મુખ્યમંત્રી બને. જ્યારે 22 ટકા અરવિંદ કેજરીવાલ, 19 ટકા સુખબીર બાદલ, 16 ટકા ભગવંત માન, 15 ટકા નવજોત સિંહ સિદ્ધુ અને 10 ટકા લોકો અન્યને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જોવા માંગે છે.

પંજાબમાં આપને 51-57 બેઠકો મળી શકે છે

પંજાબમાં આપને 51-57 બેઠકો મળી શકે છે

એબીપી ન્યૂઝ સી વોટર દ્વારા પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કરાયેલા સર્વે અનુસાર, 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ 38 થી 46 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીને 51 થી 57 બેઠકો મળી શકે છે.

ગોવામાં ભાજપ સરકાર બનાવી શકે છે

ગોવામાં ભાજપ સરકાર બનાવી શકે છે

ગોવામાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવી શકે છે. એક અંદાજ મુજબ 22 થી 26 બેઠકો ભાજપના ખાતામાં જશે, 3-7 બેઠકો કોંગ્રેસને, 4-8 બેઠકો આમ આદમી પાર્ટીને અને 3-7 બેઠકો અન્યને મળશે. એબીપી ન્યૂઝ સી વોટર અનુસાર, ગોવામાં ભાજપને 39 ટકા, કોંગ્રેસને 15 ટકા, આમ આદમી પાર્ટીને 22 ટકા અને અન્યને 24 ટકા મત મળી શકે છે.

English summary
UP Election: Yogi government may come again in UP, SP may get 100 seats!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X