For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી ગઠબંધનના સવાલ પર પ્રિયંકા ગાંધીએ કહ્યુ, BJP સિવાય યુપીમાં બધા પક્ષો માટે ખુલ્લા છે દરવાજા

યુપી પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી બાદ ગઠબંધનની પરિસ્થિતિ પેદા થવાના સવાલ પર જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોના એલાન બાદથી જ રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. વળી, રોજ રાજકીય સમીકરણ પર યુપીની અંદર ઘણા ઝડપથી બદલાઈ રહ્યા છે. આ દરમિયાન યુપી પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી બાદ ગઠબંધનની પરિસ્થિતિ પેદા થવાના સવાલ પર કહ્યુ કે તેમની પાર્ટી આના પર વિચાર કરશે. જો કે તેમણે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સાથે જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

Priyanka Gandhi

ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેમની પાર્ટીના દરવાજા ભાજપ માટે એકદમ બંધ છે. જો કે, અન્ય પાર્ટીઓ માટે તેમના દરવાજા ખુલ્લા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે સમાજવાદી પાર્ટી અને ભાજપ એક હદ સુધી એક જ ચેસબોર્ડ પર રમી રહ્યા છે કારણકે બંનેને ફાયદો એ જ પ્રકારની રાજનીતિથી થઈ રહ્યો છે. જો કે, તેમણે એ પણ કહ્યુ કે જો આવી કોઈ ગઠબંધન સરકારમાં કોંગ્રેસ શામેલ થશે તો તેમની શરત યુવાનો અને મહિલાઓ સાથે જોડાયેલા પોતાના એજન્ડાને લાગુ કરવાની રહેશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે 5 વર્ષથી ઉત્તર પ્રદેશમાં તેમની(ભાજપ)ની સરકાર છે. તેમને ગયો મહિનો જ મળ્યો એરપોર્ટ, હાઈવેનુ ઉદઘાટન કરવા અને નવી ઈન્ડસ્ટ્રી લગાવવા માટે? શું આની પહેલા તેમની પાસ સમય નહોતો? ચૂંટણીના માત્ર એક મહિના પહેલા તમે બધી ઘોષણાઓ કરી રહ્યા છો, ઘોષણાઓ કરવી હોય તો ઠોસ કરો. આ સરકારે બેરોજગાર નવયુવાનો માટે શું કર્યુ છે? ચૂંટણી આવે છે તો કહે છે કે 25 લાખ નોકરીઓ આપીશુ, કયારેય એ સમજાવ્યુ કે રોજગાર ક્યાંથી આવશે? અમે એ કહ્યુ કે અમે 20 લાખ નોકરીઓ આપીશુ, અમે હવામાં નથી કહ્યુ. અમે આખુ ઘોષણાપત્ર કાઢ્યુ છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યુ કે બધા રાજકીય પક્ષો અસલિયત છૂપાવીને ચૂંટણીના સમયે એવા મુદ્દાઓ ઉઠાવવા માંગે છે જે લાગણીવાળા છે જેવા કે જાતિ, સાંપ્રદાયિકતા પર આધારિત મુદ્દાઓ કારણકે તે વિકાસની વાત નથી કરવા માંગતા. આનાથી નુકશાન માત્ર જનતાને અને ફાયદો રાજકીય પક્ષોને થાય છે. અમે પૂરી શક્તિથી ચૂંટણી લડી રહ્યા છે. વિકાસ, બેરોજગારી, મોંઘવારી, મહિલાઓની સુરક્ષાના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ તે મુદ્દાઓ મુખ્ય રીતે કોંગ્રેસ ઉઠાવી રહી છે. કોંગ્રેસ જનતાનો અવાજ ઉઠાવી રહી છે. આશા છે કે આનુ પરિણામ સારુ હશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે જ્યારે એક પાર્ટી 400 સીટોમાંથી માત્ર 100 કે 200 સીટો પર ચૂંટણી લડે તો એ વાત સ્પષ્ટ છે કે પાર્ટી જે સીટો પર ચૂંટણી નથી લડતી એ સીટો પર તે નબળી થતી જાય છે. અમારી પાર્ટી માટે એકલા ચૂંટણી લડવી અને પોતાની પાર્ટીને સશક્ત બનાવવી ખૂબ જરુરી હતુ. અમે કોઈ પણ પ્રકારની ચર્ચા માટે તૈયાર હતા પરંતુ આવી કોઈ ચર્ચા નથી થઈ અને અમે એકલા ચૂંટણી લડી રહ્યા છે. એક રીતે આ અમારી પાર્ટી માટે સારુ છે. અમે ઘણા સમયથી યુપીમાં ઘણી બધી સીટોથી ચૂંટણી નથી લડ્યા.

English summary
UP elections 2022: Priyanka Gandhi says that she will alliance with any party except BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X