Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નોઇડાના આ રસ્તાનું નામ બદલ્યું યૂપી સરકારે, દિગ્ગજ પત્રકાર પર થયું નામકરણ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે નોઇડાના એક મુખ્ય માર્ગ કે જેના પર દરરોજ લાખોની સંખ્યામાં લોકો યાત્રા કરે છે તે માર્ગનુ્ં નામકરણ કર્યું છે.

ramnath goenka

ઉત્તર પ્રદેશની યોગી સરકાર શહેરો, સ્ટેશનો અને જગ્યાઓના નામ બદલવા માટે ઓળખાય છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે હવે નોઇડાના મુખ્યમાર્ગનું નામ બદલી દેશના દિગ્ગજ પત્રકારના નામે કરી દીધું છે. યોગી સરકારે નોઇડાના પ્રમુખ માર્ગ જે અમલતાશ માર્ગના નામે ઓળખાતો હતો તેનું નામ બદલી ફેમસ પત્રકાર રામનાથ ગોયનકા રોડ નામ આપ્યું છે.

શનિવારે નામનું એલાન કર્યું

નોઇડાના આ રોડના નામકરણનું એલાન શનિવારે નોઇડા ઑથોરિટીની બોર્ડ મીટિંગમાં કર્યું. અધિકારીઓ મુજબ નોઇડાના આ રોડનું નામ બદલી રામનાથ ગોયનકાના નામે કરવાની ભલામણ યુપીના સીએમ કાર્યાલય તરફથી કરવામાં આવી હતી.

અત્યાર સુધી અમલતાશ નામ હતું

જણાવી દઈએ કે જે રોડનું નામ રામનાથ ગોયનકા કરવામાં આવ્યું તે નોઇડા સેક્ટર 12/22 ચોકથી લઇ ડીએનડી તરફ જતો મુખ્યમાર્ગ છે જેનું નામ અમલતાશ માર્ગ હતું. દરરોજ આ રોડ પર લાખો સંખ્યામાં લોકો યાત્રા કરે છે. લોકો ઈન્ડિયન એક્સપ્રેસના સંસ્થાપક અને દિગ્ગજ પત્રકાર રામનાથ ગોયનકાના યોગદાનને જાણે તે ઉદ્દેશ્ય સાથે આ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂજ પેપરના સંસ્થાપક રામનાથ યોગનકા

જણાવી દઇએ કે ઈન્ડિયન એક્સપ્રેસ ન્યૂજ પેપરના સંસ્થાપક રામનાથ ગોયનકાનું નિધન 1991માં થઇ ગયું હતું. સેક્ટર 10માં અમલતાશ માર્ગનું નામ બદલી કાઢ્યું છે, જ્યાં ધી ઈન્ડિયન એક્સપ્રેસની ઑફિસ પણ છે. ન્યૂ ઓખલા ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑથોરિટીએ 28 ફેબ્રુઆરીથી સંબંધિત આદેશ જાહેર કરી દીધો છે. વિશેષ કાર્ય અધિકારી ઈંદુ પ્રકાશ સિંહે જણાવ્યું કે ઔદ્યોગિક વિકાસ ખંડ- 04 દ્વારા મોકલવામાં આવેલ લેટર બાદ નોઇડાના અમલતાશ માર્ગનું નામ બદલવાનો નિર્ણય લીધો છે અને હવે આ માર્ગ રામનાથ ગોયનકાના નામથી ઓળખાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X