For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી સરકારનો યુટર્ન, મોદીની રેલી માટે ફૂલબાગ મેદાન નહીં મળે!

|
Google Oneindia Gujarati News

લખનઉ, 5 ઓક્ટોબર: યુપી સરકારે એકવાર ફરી કાનપુરમાં નરેન્દ્ર મોદીની રેલીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. જિલ્લા તંત્રએ ફુલબાગ મેદાન રેલી માટે આપતા એવું કહીને ઇનકાર કરી દીધો કે આનાથી કાનૂન વ્યવસ્થા પર અસર પડી શકે છે.

19 ઓક્ટોબરના રોજ મોદીની રેલી કાનપુરમાં યોજાવાની છે. બીજેપી આ રેલી માટે ઐતિહાસિક ફૂલબાગ મેદાનની માંગ કરી હતી. પહેલા પણ ઘણી રાજનૈતિક રેલીઓનું આયોજન આ મેદાનમાં થઇ ચૂક્યું છે. જિલ્લા તંત્રએ કાનૂન વ્યવસ્થાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યાનો હવાલો આપીને આ મેદાન આપવા ઇનકાર કરી દીધો છે. આ પહેલા રેલવેએ પણ મોદીની કાનપુર રેલીને મેદાન આપવાથી ઇનકાર કરી દીધો હતો.

modi
આ પહેલા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મોદીને ઉત્ત પ્રદેશમાં પ્રવેશની અનુમતિ નહી આપવામાં આવે. બીજેપીએ આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે એવું કરવું લોકતંત્રની વિરુદ્ધ છે.

કાનપુરમાં મોદીની રેલી 15 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી પરંતુ દશેરા અને બકરી ઇદનો હવાલો આપીને તેને 19 તારીખ સુધી લંબાવાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોદીની ઘણી રેલીઓ મોકૂફ કરાયેલી છે. યુપી સરકારના આ નિર્ણય બાદ સપા-બીજેપીમાં ઘમાસાણ વધવાની સંભાવના છે.

English summary
UP govt. take U turn: dont allow for Modi's rally in fulbaug Gardern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X