For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

up local body election : એપ્રીલ-મે સુધીમાં યોજાશે ચૂંટણી, સાંસદ અને ધારાસભ્યો રહે તૈયાર

UP Local Body Election : UP CMના નિવાસસ્થાને આયોજિત એક બેઠકમાં મેરઠ, વારાણસી અને પ્રયાગરાજ મંડળના ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી.

|
Google Oneindia Gujarati News

up local body election : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, સરકાર આગામી એપ્રીલ-મે સુધીમાં કોઇપણ સંજોગોમાં લોકલ બોડી ઇલેક્શન કરાવશે. જેથી ધારાસભ્યો અને સાંસદ પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓમાં જોડાઇ જાવ.

UP Local Body Election

શુક્રવારના રોજ મુખ્યમંત્રી આવસ પર યોજાયેલી બેઠકમાં મેરઠ, વારાણસી અને પ્રયાગરાજ પ્રાંતના ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે વાત કરી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રચાયેલા ઓબીસી કમિશનનો રિપોર્ટ સમયસર આવશે. જે બાદ સરકાર એપ્રીલ-મેમાં ચૂંટણી કરાવશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જનપ્રતિનિધિઓ પાસેથી તેમના વિસ્તારમાં અમલમાં આવી રહેલી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ વિશે પ્રતિભાવો લીધા હતા.

આ સાથે યોગી આદિત્યનાથે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના વિસ્તાર માટે જરૂરી વિકાસ કાર્યો માટે સાંસદો અને ધારાસભ્યો પાસેથી દરખાસ્તો પણ માંગી હતી.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓએ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓનો સંપર્ક કરીને એકશન પ્લાન તૈયાર કરવો જોઈએ.

ટાર્ગેટ પર રહ્યો ઉર્જા વિભાગ

સાંસદો-ધારાસભ્યોની બેઠકમાં તમામ મંડળોમાં ઉર્જા વિભાગને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો. સાંસદો અને ધારાસભ્યોએ વીજ પુરવઠો નિયમિત ન હોવાની ફરિયાદ કરી હતી. ટ્રાન્સફોર્મર ન બદલવા, બાકી વીજ બિલોના નામે ખેડૂતોને હેરાન કરવા અંગે ફરિયાદ કરી હતી.

આ સાથે કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ શહેરી વિકાસ, પીડબલ્યુડી અને અન્ય વિભાગોના અધિકારીઓ વિશે પણ ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

English summary
up local body election will be held by April-May, MPs and MLAs should be ready said Cm yogi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X