UP Nagarpalika Election: CM યોગીએ મેરઠમાં અખિલેશ યાદવ પર કર્યા પ્રહાર, કહ્યુ - પરિવારવાદી, તકવાદી, તમંચાવાદી..

UP Nagarpalika Election: ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણીને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તાબડતોબ રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ શુક્રવારે મેરઠ પહોંચ્યા. અહીં તેમણે જનસભાને સંબોધિત કરી.

સીએમ યોગીએ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યુ કે આ માત્ર તકવાદી અને પરિવારવાદી જ નહિ પરંતુ તમંચાવાદી પણ હતા. યુવાનોના હાથમાં તમંચા પકડાવતા હતા. આજે યુવાનોના હાથમાં તમંચા નહિ પરંતુ ટેબલેટ છે.

 Yogi Adityanath

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં કહ્યું કે જેઓ 2017 પહેલા સત્તામાં હતા, તેમનો ઉદ્દેશ્ય વિકાસ અને ગરીબ કલ્યાણ ન હતો. તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબોની પરવા નહોતી. તેઓ અવસરવાદી હતા, અરાજકતા પેદા કરતા હતા. તેઓ કાવડ યાત્રામાં અડચણો ઉભી કરતા હતા અને ગરીબોની યોજનાઓ લૂંટીને પોતાનું અને પોતાના ગોરખધંધાનુ ભરણપોષણ કરતા હતા.

સીએમ યોગીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હવે ઉપદ્રવ સહન નહીં કરે, આજે રાજ્યની ઓળખ તહેવાર છે, હવે કર્ફ્યુ માટે કોઈ સ્થાન નથી, અહીંની ઓળખ કાવડ યાત્રા બની ગઈ છે, રાજ્યની ઓળખ માફિયા નહિ પરંતુ મહોત્સવો બની ગયા છે.

સીએમ યોગીએ કહ્યું કે સપા અને લોકદળ માત્ર તકવાદી ગઠબંધન નથી પરંતુ અરાજકતાવાદી ગઠબંધન પણ છે, આ બધા અરાજકતાનું મૂળ પણ છે. સપા, બસપા, લોકદળ અને કોંગ્રેસે મેરઠને સોતીગંજનુ કલંક આપ્યુ. બીજેપી સરકાર આવ્યા બાદ મેરઠ અને સોતીગંજ વચ્ચેનો ઝઘડો સમાપ્ત થયો, આજે મેરઠમાં સર્વત્ર શાંતિ છે.

સીએમએ કહ્યું કે દિલ્હી અને મેરઠ વચ્ચે રેપિડ રેલ શરૂ થવા જઈ રહી છે, તે તમારી મુસાફરીને સરળ બનાવશે. મેરઠની પરંપરાગત એન્ટરપ્રાઇઝ સ્પોર્ટ્સ આઇટમ 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' દ્વારા વિશ્વમાં ફેલાઈ રહી છે, લાખો લોકોને કામ મળી રહ્યું છે, મેરઠને ઓળખ મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X